વિરાટ કોહલીએ આખરે બોલિંગમાં હાથ અજમાવ્યો
દુબઈ, એશિયા કપમાં વિરાટ કોહલી હોંગકોંગ સામેની મેચમાં શાનદાર લયમાં જાેવા મળ્યો હતો. તેણે ૪૪ બોલમાં ૧ ફોર અને ૩ સિક્સર સાથે અણનમ ૫૯ રન બનાવ્યા હતા. કોહલી આ મેચમાં ફક્ત બેટિંગના કારણે જ નહીં બોલિંગના કારણે ચર્ચામાં રહ્યો હતો.
હોંગકોંગ સામે કોહલીએ બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. કોહલીએ ૬ વર્ષ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ કરી છે. હોંગકોંગની ૧૭મી ઓવર દરમિયાન વિરાટ કોહલી બોલિંગ કરવા આવ્યો હતો. કોહલીએ ૧ ઓવર ફેંકી હતી અને ૬ રન આપ્યા હતા. તેને એકપણ વિકેટ મળી ન હતી. કોહલીના બોલિંગના કારણે સોશિયલ મીડિયામાં પણ છવાઇ ગયો છે.
કોહલીની બોલિંગને લઇને સોશિયલ મીડિયા પર ઘણા રિએક્શન આવી રહ્યા છે. વિરાટ કોહલીએ છ મહિના પછી ભારત તરફથી ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અડધી સદી ફટકારી છે. આ પહેલા કોહલીએ ફેબ્રુઆરીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે કોલકાતામાં ૫૨ રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવ (૬૮)અને વિરાટ કોહલીની (૫૯)અડધી સદીની મદદથી ભારતે એશિયા કપમાં હોંગકોંગ સામે ૪૦ રને વિજય મેળવ્યો છે. ભારતે ૨૦ ઓવરમાં ૨ વિકેટે ૧૯૨ રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગ ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૫૨ રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે સુપર-૪ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.SS1MS