સદ્વિચાર પરિવાર દ્વારા ગણેશ સ્થાપન કરાયું
અમદાવાદ, ઓનલાઈનના આ જમાનામાં અરાજકતા, ખેંચતાણ, અસ્થીરતા, તકાજાઅ, પડકારો અને તડજાેડ ખૂબજ છે સાધન સંપત્તિ ખૂબજ વધ્યા છે પણ આપણે ક્યાંક ખોયંુ છે
ભાવના, સંવેદના, સહનશિલતા, પ્રેમભાવ વિ. મત પરવાર્યા છે સંતાનોને વડિલો સાથે સમય વિતાવવો આકરો બન્યો છે માનવ મુલ્યો વિસરાતા જાય છે. વડિલજનોના સેવા, સુરક્ષા ભુલાતા જાય છે પરમાર્થના કાર્યો વિસરાતા જાય છે પરિવારો તૂટતા જાય છે.
આવી વેર-વિખેર પરિસ્થિતિમાં એકાદ વિચાર વૃક્ષ નીચે, એકાદ વિચાર લોકમાં, એકાદ વિચારખંડમાં વિશ્રામલેવાની તાતી જરૂરીયાત છે આવા કપરા સમયમાં આપણને રામદેવનગર ખાતે સદ્વિચાર પરિવારનું વિશાળ વટવૃક્ષ અને પાલડી ચોરા ખાતે સદ્- વિચાર પરિવાર વરિષ્ઠ ગૌરવ ગ્રુપના એક ખુણો એક મોટો ઓરડો પ્રાપ્ત થયેલ છે
તે આપણા સૌના સદ્નસીબનો છે જ સાથોસાથ આપણા એક બીજાના હુંફ છે અહીં આપણે પોતાના સુખ દુઃખ વહેંચી શકીએ છીએ મુકત રીતે ગાઈ શકીએ છીએ, નાચી શકીએ છીએ અને ઉત્સવોની ઉજવણી કરી શકીએ છીએ.
સદ્વિચાર પરિવાર રામદેવનગરના મોભી એવા શ્રી સિધ્ધાર્થભાઈ મણકીવાળા તરફથી આપણા પાલડી ગ્રુપને માર્ગદર્શન- દિશા- સૂચન આપણા ગ્રુપના સંચાલિકા બહેન શ્રીમતી પૂર્ણિમાબહેન શાસ્ત્રી મારફતે મળતુ જ રહે છે આજે પણ ગણેશ સ્થાપનનો ઉત્સવ આપણે સૌએ ઉજવ્યો.
આ પ્રસંગમાં મણકીવાળાસાહેબ તરફથી માર્ગદર્શન સાથે શુભેચ્છા સાથે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. તેઓશ્રિ આપણી પ્રવૃતિમાં ખૂબજ રસ લે છે અને રચનાત્મક દોરવણી આપ્યા કરે છે.
આજના પ્રસંગે શ્રીમતી પૂર્ણિમાબહેને સમૂહ પૂજા- પ્રાર્થના ગણપતિ દાદાના ભાવપૂર્વક કરેલ. સભ્યશ્રી વાસુદેવ દવે, ગૌરાંગ મહેતા, કલ્પેશભાઈ રાજપૂત, દંપતિ, શ્રીમતી મીનાબહેન, ભરતભાઈ મોદી, પ્રવિણાબેન મોદી વિગેરે સભ્યશ્રીઓએ મન મૂકીને ગણપતિ દાદાની પ્રાર્થના, ગીતો, ધુન વિમાં ભાગ લીધેલ. અંતમાં શ્રીમતી પૂર્ણિમાબહેને મનનીય વકતવ્ય આપેલ અને સૌના સહકાર બદલ આભાર વ્યકત કરેલ.