RBI ના બનાવટી લેટરપેડ બનાવી ઠગાઈ કરતી ટોળકીનો સાગરીત નાસિકથી ઝડપાયો
અમદાવાદના વેપારી સાથે 2.81 કરોડની છેતરપીંડી કરનારનો સાગરીત નાસિકથી ઝડપાયો-ઝડપાયેેલો ઠગ મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં ચાર વિદ્યાલય અને મહાવિદ્યાલયના ચેરમેને હોવાનું બહાર આવ્યુ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદના ઘાટલોડીયામાં રહેતા વેપારી સાથે ર.૮૧ કરોડની ઠગાઈના કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાંચે આરોપી રણુ ભરવાડનાા વધુ એક સાગરીતની મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ધરપકડ કરી હતી. રિઝર્વ બેક ઓફ ઈન્ડીયા તથા ભારત સરકારની પ્રતિષ્ઠીત સંસ્થાઓના બનાવટી લેટરના આધારે નાણાં પડાવાતી ઠગ ટોળકીના ઝડપાયેલા સભ્ય નાસિક જીલ્લાની ચાર જેટલી વિદ્યાલય તથા મહાવિદ્યાલયના ચેરમેન હોવાનું બહાર આવ્યુ છે.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચમાં અમદાવાદના ઘાટલોડીયામાં રહેતા વેપારી નુપલ નરેન્દ્રભાઈ શાહે આરોપી રણુભાઈ ભીખાભાઈ ભરવાડ રાજગુરૂ રાધેબાપુ, જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ જૈન, મનોજ સજ્જનરાવ નિકમ, રૂપનેર રામા રાવ, જી.વી. સુધીદ્ર અને વિયજ રણુભાઈ ભરવાડ સામેે ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદમાં જણાવવામાં આવ્યુ હતુ કે રણુ ભરવાડ સહિતના આરોપીઓ એ મૂડી રોકાણ સહિતના બહાના બનાવીને ે નૃુપલ શાહના ખાતામાંથી આરટીજીએસ -એનઈએફટી દ્વારા કુલ રૂા.ર કરોડ ૮૧ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. સુરેશભાઈ નાથાભાઈ ભરવાડ (રહે.ગોપી પાર્ટીપ્લોટની બાજુમાં ઝંુપડામાં સેવાસી કેનાલ, ગોત્રી વડોદરા)ના મોબાઈલ ફોનથી વેપારી નુપલ શાહની વિશ્વાસ સંપાદિત કરવા બનાવટી દસ્તાવેજાે બનાવી ખોટી કિંમતી ે જામીનગીરીના દસ્તાવેજાેની પીડીએફ ફાઈલ મળી આવી હતી.
જેથી સુરેશ ભરવાડની પણ ધરપકડ કરી હતી. નૃંપલે શાહે રણુના પુત્ર વિજય ભરવાડના ખાતામાં ૧ર.પ૦ લાખ રૂપિયા નાંખ્યા હતા. ત્યારબાદ વિજય ભરવાડે સેવાસી કેનાલ પાસે રહેતા સુરેશ ભરવાડના ખાતામાં રૂા.૧ર.પ૦ લાખ નાંખ્યા હતા. જે રકમ ઉપાડીને સુરેશ ભરવાડેે વિજયને આપી હતી.
તેના માટે વિજયે સુરેશનેેેે અઢી લાખ રૂપિયા કમિશન પેટે આપયા હતા. નૃપલ શાહના સંપર્કમાં આવ્યો હતો. અને રાજકોટની જમીનમમાં ફાયદો થાય છે એમ જણાવીને રૂા.૯૦ લાખ મેળવ્યા હતા. ત્યારબાદ વિવિધ રીતે રણુએ ે વિશ્વાસ કેળવી કુલ રૂા.ર.૮૧ કરોડ લીધા હતા.
આ બહુચર્ચિત મામલામાં પોલીસે મનોજ સજ્જનરાવ નિકમ રહે. નાસિકની ધરપકડ કરી હતી. તેઓ નાસિકમાં આવેલી ચાર જુદી જુદી વિદ્યાલય તથા મહાવિદ્યાલયમાં ચેરમેન પણ હોવાનુૃ બહાર આવ્યુ હતુ. પોલીસેેે તેમને અદાલતમાં રજુ કરીને રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી.