ઇડર- હિંમતનગર હાઇવે ઉપર સમારકામની તંત્ર દ્વારા સરાહનીય કામગીરી
(તસ્વીરઃ કમલેશ નાયી, નેત્રામલી) સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે વરસાદની રમઝટ જામતા હાઇવેના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઇ જતાં ખાડાઓ પડી જવા પામ્યા હતા.
જેમાં ઇડર – હિંમતનગર હાઇવે ઉપર વરસાદે વિરામ લેતાં માગૅ અને મકાન વિભાગ ઇડર સ્ટેટ દ્વારા રસ્તાઓ ઉપર ખાડાઓ પૂરવા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. માગૅ અને મકાન વિભાગના (ઇડર) અધિકારી એન. સી. પટેલ તેમજ એસ.ઓ ગઢવીભાઇ ,
ભગોરાભાઇ દ્વારા સ્થળ પર હાજર રહી રસ્તાઓ ઉપર ચોક્કસ કામગીરી પૂર્ણ કરવાના ઝડપી પ્રયાસ હાથ ધરવામાં આવી રહયા છે. આગામી દિવસોમાં ભાદરવી પૂનમના સંધ અંબાજી ચાલતાં જતા હોય હાઇવે ઉપર વાહન વ્યવહાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રોડની કામગીરી તંત્રના અધિકારીઓની હાજરીમાં ખાડાઓ પૂરવાની અને પેચ મારવાની કામગીરી પૂર્ણ કરવા તજવીજ હાથ ધરી છે.