પાકિસ્તાનથી આવેલ ડ્રગ મામલે ચોંકાવનારો ખુલાસો
કચ્છમાં કાદવમાં છૂપાવેલ ડ્રગ્સ મોકલાયું હતું પંજાબ
બન્ને આરોપીઓને પાકિસ્તાનથી સૂચના મળી હતી અને તે સૂચના પ્રમાણે દરિયા નજીક કાદવમાં આ ડ્રગ છૂપાવવામાં આવ્યું હતું
અમદાવાદ,ગુજરાત એટીએસ દ્વારા એક ઓપરેશન કચ્છમાં હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં કચ્છના લખ્ખી ગામમાંથી ઉમર જત અને હમદા જત નામના ૨ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમને પકડીને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, હાલ બન્ને આરોપીઓની પંજાબ પોલીસ તપાસ કરી રહી છે અને જેમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.
પંજાબ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકોની જવાબદારી નક્કી હતી. આ બન્ને આરોપીઓને પાકિસ્તાનથી સૂચના મળી હતી અને તે સૂચના પ્રમાણે દરિયા નજીક કાદવમાં આ ડ્રગ છૂપાવવામાં આવ્યું હતું. તેને કાઢીને કુલવિંદરને સોંપવાનું હતું. આ બન્ને સિવાય અન્ય લોકો પણ પાકિસ્તાનના ગુલ મોહમ્મદના સંપર્કમાં હતા. જે લોકોએ આ ડ્રગને દરિયાથી લઈને છૂપાવ્યું હતું.
જે લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આ બન્ને આરોપીઓને કમિશન આપવામાં આવ્યું હતું. આરોપીઓને ૯૦ હજાર હોવાનું કમિશન આપવામાં આવ્યું હોવાનું પંજાબ પોલીસની તપાસ માં સામે આવ્યું છે. બન્ને આરોપીઓ સામે આરોપ છે કે, તે લોકો ૩૮ કિલો હેરોઇન કચ્છથી પંજાબ મોકલ્યું હતું. આ ડ્રગ પંજાબમાં પકડાઇ જતાં તમામ મામલો સામે આવ્યો હતો.
વિગતવાર વાત કરીએ તો, પંજાબ પોલીસે ગત ૨૭ ઓગસ્ટના રોજ ટ્રકના ટૂલ બોક્સમાંથી ૩૮ કિલો હેરોઇન કબ્જે કર્યું હતું. જેમાં ૨ આરોપીઓ કુલવિન્દર કિંદાના અને બીટ્ટુ નામના ૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ ભુજથી પંજાબ મોકલવામાં આવ્યું હતું.
જે બાદ પંજાબ પોલીસે ગુજરાત એટીએસનો સંપર્ક કરતાં એટીએસની ટીમને કચ્છ મોકલવામાં આવી હતી. આ ટીમે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગ પાકિસ્તાનથી ડ્રગ માફિયા ગુલ મોહમ્મદ દ્વારા મોકલવામાં આવ્યું હતું અને જે ડ્રગ કચ્છથી લઈ પંજાબ મોકલવામાં આવ્યું હતું.ss1