ગુજરાતી યુનિવર્સિટીની સહયોગિતામાં કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું
ડૉ. જૈમિન વસા MSME ચેર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘MSME ગ્રોથ કોન્કલેવ’ યોજાયો
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘એમએસએમઈ ગ્રોથ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતુ. ડૉ. જૈમિન વસા એમએસએમઈ ચેર સાથેના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરીયમ ખાતે આયોજિત કરાયેલા ‘એમએસએમઇ ગ્રોથ કોન્કલેવ’ ખાતે મુખ્ય અતિથી તરીકે ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,અતિથી વિશેષતરીકે ભારત સરકારના
એમએસએમઇ મંત્રાલયના સચિવ આઇએએસ શ્રી બી.બી. શ્વૈન, સફળ બિઝનેસમેન અને અસ્ટ્રાલ લિમિટેડના સીએમડી શ્રી સંદીપ એન્જિનીયર, ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યા, ડૉ. જૈમિન વસા એમએસએમઈ ચેરના સભ્યો સહિત એમએસએમઈ ઉદ્યોગસાથે સંકળાયેલા ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કોન્કલેવમાં આમંત્રિત મહેમાનોએ પ્રસંગોચિત સંબોધન કરી સૌને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
ડિસેમ્બર 2020માં રજૂ કરાયેલા આંકડાઓ મુજબએમએસએમઈ સેક્ટર ભારતમાં કૃષિ બાદ બીજુ સૌથી મોટુ રોજગાર ક્ષેત્ર છે. ભારતમાં 63 મિલિયનથી વધુ એમએસએમઈ યુનિટ્સ 110 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપી રહ્યાં છે. એમએસએમઈ સેક્ટર જીડીપીમાં 29 ટકાનું યોગદાન આપે છે,
ત્યારે એમએસએમઈની વૃદ્ધિ માટે વિશેષ રીતે ‘એમએસએમઇ ગ્રોથ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેનો મુખ્ય હેતુ વધુને વધુ વિદ્યાર્થીઓને સાંકળી એમએસએમઈ સેક્ટર અને એકડમી સંસ્થાઓને એક સાથે એક છત નીચે લાવવાનો હતો.
‘એમએસએમઇ ગ્રોથ કોન્કલેવ’ ખાતે ડૉ. જૈમિન વસા એમએસએમઈ ચેરના એડવાઇઝરી કમિટીના મેમ્બર શ્રી ચંદ્રમોલી પાઠકની મધ્યસ્થતામાં ‘ઇનોવેશન-ટેક્નોલોજી અને બજાર જોડાણો: એમએસએસઈવૃદ્ધિ માટેના મુખ્ય પરિબળો’ વિષય પર જરૂરી ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ ચર્ચામાં પ્રતિષ્ઠિત પેનલિસ્ટમાં જેબીએસ એકેડમી પ્રા.લિ.ના ચીફ મેન્ટોર અને ડિરેક્ટર શ્રી સમિર જે. શાહે ઉદ્યોગ અને એકેડેમીના જોડાણો વિષય પર ચર્ચા કરી હતી, તો અન્ય પેનલિસ્ટ તરીકે આઈહબના સીઈઓ શ્રી હિરનમય મહંતાએ એમએસએમઈવૃદ્ધિમાં ટેકનોલોજી અને નવીનતાની ભૂમિકા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. પેનલ ડિસ્કસન બાદ પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી. આ ઉપરાંત કોન્કલેવ ખાતે સૂચિત એમએસએમઇ ઇન્સ્ટિટ્યુટ અને અભ્યાસક્રમોની રજૂઆત કરવામાં આવી હતી.
ડૉ. જૈમિન વસા એમએસએઈ ચેર ઇન્સ્ટિટ્યુટનું મિશન વિદ્યાર્થીઓ, સંભવિત ઉદ્યોગસાહસિકો અને હાલના એમએસએમઈએન્ટરપ્રાઈઝના કાર્યબળને એમસએસએમઈના સ્થાયી વિકાસ માટે તેમની ક્ષમતા, સક્ષમતાઓ અને યોગ્યતાને મજબૂત કરવા માટે જ્ઞાન, શિક્ષણ અને તાલીમ પુરી પાડવાનું છે.
ઇન્સ્ટિટ્યુટનો મુખ્ય હેતુ સહજ પડકારોનો સામનો કરવા અને તેમને અપનાવવા માટે ટકાઉપણાના શ્રેષ્ઠ કાર્યના ટૂંકા અને લાંબા-ગાળાના લાભો પર પ્રકાશિત કરવાનો છે,જેમાં એવા ઉદ્યોગોના ઉદાહરણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેમણે તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ટકાઉ માપદંડોની રજૂઆત કરી સફળતાપૂર્વક લાભ મેળવ્યો છે.
આ ઉપરાંત, એમએસએઈ ચેર એમએસએમઈ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને સંબોધવા અને તેને હલ કરવા અને એમએસએમઈક્ષેત્રની સેવાના હેતુને આગળ વધારવા માટે એમએસએમઈ ક્લિનિકની સ્થાપના કરી રહી છે.જે અંતર્ગત ક્લિનિક દ્વારા સરકારી પ્રોત્સાહન યોજનાઓ, વાણિજ્યિક નાણાની ઉપલબ્ધતા, કાયદાકીય પાલન, કાયદાકીય મુદ્દાઓ, શ્રમ સંબંધિત સમસ્યાઓ, કરવેરા બાબતો પર સલાહ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે.
ડૉ. જૈમિન વસા એમએસએમઈચેરને ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા, ઉભરતા ઉદ્યોગસાહસિકોને ઉદ્યોગસાહસિકતાની ઉત્કૃષ્ટતાની ભાવના પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવવા અને આ ક્ષેત્રની વૃદ્ધિ, વિકાસ અને ટકાઉપણાને પોષવા માટે દેશ અને સમાજના લાભ આપવા માટે વ્યાપક સ્તરે યોગ્ય વાતાવરણ બનાવવા માટે રાજ્યને સમર્થન આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
જે અંતર્ગત એમએસએમઈને વધુ સ્પર્ઘાત્મક બનાવી મદદ કરવા માટે ફાઇનાન્સ, માર્કેટિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પ્રોડક્શન, ઓનલાઈન એડવર્ટાઈઝીંગ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી વગેરે જેવા ક્ષેત્રોમાંથી ઉદ્યોગ નિષ્ણાતો અને અગ્રણી શિક્ષણવિદોની આગેવાની હેઠળ કૌશલ્ય તાલીમ, સેમિનાર, વર્કશોપ, પેનલ ડિસ્કશન, કેન્ફરન્સ, ટ્રેડ ફેર વગેરેનું આયોજન કરવામાં આવે છે, જેથી યુવા સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઉભરતા સાહસિકો, વિદ્યાર્થીઓને તેમના વ્યવસાયિક વિચારો સાથે મદદ કરી શકાય.