વડોદરા ગ્રામ્ય માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન
ગરબા રસિકો ૧૪ સપ્ટેમ્બર સુધી પોતાનું ફોર્મ ભરી શકશે
વડોદરા, ગુજરાતની આગવી ઓળખ એવા ગરબાની વિવિધતાઓને વાચા આપવાના હેતુથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા દ્વારા વડોદરા ગ્રામ્ય જિલ્લાકક્ષાના નવરાત્રિના રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકે છે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ અને સંગીતકાર વધુમાં વધુ ૪ રાખી શકાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ અને આધારકાર્ડની નકલ તા. ૧૪/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, સી – બ્લોક, આઠમો/ચોથો માળ, નર્મદા ભવન, જેલ રોડ, વડોદરા ખાતે જમા કરવા માટે જણાવાયું છે. તા.૧૪/૦૯/૨૦૨૨ પછી આવનાર તેમજ અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહિ. આ સ્પર્ધામાં વડોદરા જિલ્લાના વધુમાં વધુ ગરબા પ્રેમી ઉમેદવારોને ભાગ લે તેવું સૂચવ્યું છે.