અમેરિકામાં વિમાન હાઈજેક, વોલમાર્ટ પર ક્રેશ કરવાની ધમકી

પ્રતિકાત્મક
વોશિગ્ટન, અમેરિકામાં પ્લેન હાઈજેકની ઘટના અને ધમકી બાદ ભારે હંગામો મચ્યો હતો. તરત અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાંથી રહેવાસીઓને ત્યાંથી નીકાળવાનું શરૂ કરી દીધું હતું. તમામ નાગરીકોને આગામી સૂચના સુધી તે વિસ્તારથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. A pilot has threatened to intentionally crash this plane into a local Walmart in Tupelo, Mississippi, police say
જાેકે, અધિકારીઓના ઘણા પ્રયાસ કર્યા બાદ પાયલટે વિમાન નીચે ઉતાર્યું હતું. જે બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસ પાયલટની પુછપરછ કરી રહી છે. અમેરિકાના મિસિસિપી રાજ્યમાં તે સમયે હડકંપ મચ્યો જ્યારે એક વિમાનના પાયલટે વિમાનને દૂર્ધટનાગ્રસ્ત કરવાની ધમકી આપી છે.
પાયલટે ૯ સીટર વિમાનને હાઈજેક કરી ટુપેલા હવાઈ અડ્ડાથી ઉડાન ભરી. ત્યારબાદ એક કલાક સુધી શહેર ઉપર ઉડાવતો રહ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસ અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. પોલીસે ઘણી દુકાનો ખાલી કરાવી છે. ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ વાગ્યાની છે.
ધમકી આપનારે કહ્યું કે, તે પ્લેનને વોલમાર્ટ સાથે અથડાવી ક્રેશ કરી દેશે. તરત જ અધિકારીઓએ વિસ્તારમાંથી રહેવાસીઓને ત્યાંથી નીકાળવાનું શરૂ કરી દીધું છે. તમામ નાગરીકોને આગામી સૂચના સુધી તે વિસ્તારથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. ટુપેલો પોલીસે કહ્યું કે, તે પાયલટના સંપર્કમાં છે જેણે વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરવાની ધમકી આપી છે.
ડેઈલી મેઈલે ગવર્નર ટેટ રીવ્સના અહેવાલથી કહ્યું કે, રાજ્યના કાયદા અમલીકરણ અને ઇમરજન્સી મેનેજર આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. તમામ નાગરીકોને ટુપેલો પોલીસ વિભાગે અપડેટ પ્રતિ સતર્ક અને જાગૃત રહેવા કહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પાયલટની આ અજીબોગરીબ હરકતના કારણે લોકો પરેશાન છે. સૌ કોઈ જાણવા માંગે છે કે આખરે આવું શું કામ કરવામાં આવ્યું છે. હજુ સુધી આ વાતને લઇને કોઈ જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. પોલીસ સતત નજર રાખી રહી છે.