અરવલ્લીના ધનસુરામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના ધનસુરા માં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ અંતર્ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મતદારયાદી માં વિવિધ સુધારા કરવા માટે ખાસ ઝુંબેશ યોજાઈ હતી.
જેમાં ૧-૧૦-૨૦૨૨ ના રોજ જેમની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ થતી હોય તે લોકો મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી અને ચુંટણી માં મતદાન કરી શકે છે.
આ અંતર્ગત અરવલ્લી જિલ્લાના ધનસુરા માં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.સાથે મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવું, ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવું,મતદારયાદી માંથી નામ કમી કરવું,મતદાર યાદીમાં નોંધાયેલી વિગતમાં સુધારા કરવા જેવી બાબતો અંગે કામગીરી કરવામાં આવી હતી.
ધનસુરા માં યોજાયેલ મતદારયાદી સુધારણા કાર્યક્રમ માં લોકો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. હવે આ કાર્યક્રમ ૧૧ સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી યોજાશે.આ કાર્યક્રમ ધનસુરા મામલતદાર મયુરધ્વજસિંહ રાઠોડ ના માર્ગદર્શન માં યોજાયો હતો જેમાં રાહુલભાઈ નાયબ મામલતદાર મતદારયાદી સહિત સ્ટાફ અને બી.એલ.ઓ જાેડાયા હતા.