Western Times News

Gujarati News

વાડજમાં બ્રહ્મભટ્ટ સમાજનાં ટ્રસ્ટમાં હિસાબોમાં ગોટાળાઃ રૂ.૧ કરોડથી વધુની છેતરપિંડી

મેનેજીંગ ટ્રસ્ટી વિરૂદ્ધ ફરીયાદ : ટ્રસ્ટની ઓફીસ પણ બારોબાર ભાડે ચડાવી દીધી

અમદાવાદ : વાડજ વિસ્તારમાં બ્રહ્મભટ્ટ સમાજનું ટ્રસ્ટ બનાવીને સમાજનાં જ લોકોને વિવિધ યોજના હેઠળ સભ્ય બનાવ્યા બાદ તેમની પાસેથી કરોડો રૂપિયાનું ઊઘરાણું કર્યા બાદ રૂપિયા ચાઉં કરી જતાં ટ્રસ્ટનાં જ મેનેજીંગ ટ્રસ્ટી વિરુદ્ધ અન્ય સભ્યોએ ફરીયાદ નોંધાવી છે. મેનેજીંગ ટ્રસ્ટીએ જુદી જુદી ચોપડીઓ તથા મેગેઝીન છાપી લવાજમનાં નામે રૂપિયા ખંખેર્યા હતા. ઊપરાંત સમાજની ઓફીસ પણ બંધ કરીને બીજાને ભાડે આપી દીધી હતી.

ગુજરાત બ્રહ્મભટ્ટ યુવા સંગઠનની રચના વર્ષ ૧૯૯૫માં કરવામાં આવી હતી. જેનાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે વિભાકર હસમુખરાય બ્રહ્મભટ્ટ જે ડીવીઝન રેસીડેન્સી, સાયન્સ સીટી રોડ, સોલા ખાતે રહે છે તેમને બનાવાયા હતા. જાકે પોતાનાં હોદ્દાનો ગેરલાભ ઊઠાવીને વિભાકરભાઈએ યુવા પરીવાર નામનું મુખપત્ર શરૂ કર્યુ હતું. અને ૫૦૦૦ જેટલાં ગ્રાહકો પાસેથી ૧૦૦૦ રૂપિયા એમ કુલ ૫૦ લાખનું લવાજમ ઊઘરાવ્યું હતું. બાદમાં આજીવન લવાજમનાં નામે વધુ ચાર લાખ ઊઘરાવ્યા હતા.

આવી જ વધુ એક સ્કીમ ચલાવી યુવા દંપતીનાં ફોટા છાપવાનાં નામે બીજા સવા લાખની રોકડ ઊઘરાવી હતી. જા કે આ તમામ રોકડ ટ્રસ્ટનાં ખાતામાં જમા કરવાનાં બદલે પોતાની પાસે રાખી મુકી હતી અને કોઈ હિસાબ આપ્યો નહતો.

જેથી ટ્રસ્ટના અન્ય સભ્યો દ્વારા વારંવાર પૂછપરછ કરવા છતાં વિભાકરભાઈએ તેમને કોઈ હિસાબ ન આપતાં રસીકભાઈ વિઠ્ઠલભાઈ બ્રહ્મભટ્ટે તેમનાં વિરુદ્ધ અલગ અલગ રકમો મળી કુલ રૂ.૧.૧૬ કરોડની છેતરપિંડીની ફરીયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે આ ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. બીજી તરફ વિભાકરભાઈએ આશા એપાર્ટમેન્ટ કરણ પાર્ક પાસે આવેલી ‘યુવા પરીવાર’ની ઓફીસ પણ ટ્રસ્ટનાં સભ્યોને જાણ કર્યા વગર બંધ કરીને ભાડે આપી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.