Western Times News

Gujarati News

સાંગવાનની નજર સોનાલીની કરોડોની પ્રોપર્ટી ઉપર હતી

સોનાલી ફોગાટ કેસમાં અનેક રહસ્ય ખૂલી રહ્યા છે

હવે એવી વાત સામે આવી છે કે, સોનાલીનો પીએ સુધીર સાંગવાન ગેરકાયદેસર વસૂલીનું રેકેટ ચલાવી રહ્યો હતો 

હિસાર, ભાજપના નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસમાં નવો ખુલોસો થયો છે. આ મામલાની કેસ ડાયરીમાં સામે આવ્યું છે કે, સુધીર સાંગવાન સોનાલી ફોગાટના નામ પર ગેરકાયદેસર વસૂલીનું રેકેટ પણ ચલાવી રહ્યો હતો. સુધીરે સોનાલી અને પોલીસના નામ પર ઘણા લોકોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો.

આ પહેલા ગોવા પોલીસે ખુલાસો કર્યો હતો કે, સોનાલી ફોગાટની કરોડોની સંપત્તિ પર સુધીર સાંગવાનની નજર હતી. આ દરમિયાન ગોવા પોલીસ રવિવારે સુધીર સાંગવાનના ઘરે પહોંચી અને એક કલાક સુધી તપાસ કરી.સૂત્રો મુજબ, સુધીર સાંગવાને ક્રિએટિવ એગ્રીટેક નામથી એક નકલી ફર્મ બનાવી કૃષિ લોનના નામ પર લોકોની સાથે ઠગાઈ કરી. ક્યારેક બેંકમાંથી સસ્તા વ્યાજમાં લોન તો ક્યારેક સબસિડીના નામ પર ઠગાઈ થઈ.

પીડિતોએ રૂપિયા પાછા માગતા પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવી. ગોવા પોલીસે જણાવ્યું હતું કે, સોનાલીની કરોડો રૂપિયાની પ્રોપર્ટી પર સુધીર સાંગવાનની નજર હતી. તે કોઈપણ કિંમતે સોનાલીનું એક ફાર્મહાઉસ ૨૦ વર્ષ માટે લીઝ પર લેવા ઈચ્છતો હતો.

સોનાલી ફોગાટનું આ ફાર્મહાઉસ ૬.૫ એકર જમીન પર ફેલાયેલું છે. તેની માર્કેટ વેલ્યુ ૬થી ૭ કરોડ રૂપિયાની વચ્ચે છે. એવામાં પોલીસ એ એંગલથી પણ તપાસ કરી રહી છે કે, રૂપિયા અને પ્રોપર્ટી માટે સોનાલીની હત્યા કરવામાં આવી છે કે કેમ?ગોવા પોલીસે રવિવારે રોહતકની સનસિટીના સેક્ટર ૩૪માં આવેલા સુધીર સાંગવાનના ઘરે તપાસ કરી હતી.

સોનાલી ફોગાટ હત્યાકાંડ મામલે પ્રોપર્ટીના દસ્તાવેજ કબજામાં લીધા બાદ ગોવા પોલીસ બેંક ખાતાઓની ડિટેલ તૈયાર કરી રહી છે. આરોપી સુધીર સાંગવાનના ખાતાઓના ટ્રાન્જેક્શન તપાસવામાં આવી રહ્યા છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.