શાપૂરજી પેલોનજી ગ્રુપના સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન
સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા અને તેઓ તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે
પાલઘર, પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. દુર્ઘટના બાદ સાઇરસ મિસ્ત્રીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ સાઇરસ મિસ્ત્રીનું રવિવારે રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે, જ્યારે તેમની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ડિવાઇડર સાથે ટકરાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત લગભગ ૩.૧૫ વાગે સર્જાયો હતો
જ્યારે સાઇરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઇ જઇ રહ્યા હતા. ઘટના સૂર્યા નદી પર બનેલા પુલ પર સર્જાઇ છે. કાર ચાલક સહિત તેમની સાથે યાત્રા કરી રહેલા અન્ય બે લોકોને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રતોને ગુજરાતની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
સાયરસ મિસ્ત્રી આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા. સાયરસ મિસ્ત્રી તાતા ગ્રુપમાં ચેરમેન પદે પણ કામ કરી ચુક્યા છે. મુંબઈ – અમદાવાદ હાઈવે પર આવેલા પાલઘર નજીક સર્જાયેલા અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે.
સાયરસ મિસ્ત્રીએ તેમનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેથેડ્રલ અને એન્ડ જાેન કોનન સ્કૂલમાંથી કર્યો હતો. તે પછી તે સિવિલ એન્જિનિયરિંગ માટે લંડન ગયા. લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી. તેમની પાસે પિતાની જેમ આયરિશ નાગરિકત્વ છે.
સાયરસ મિસ્ત્રીએ ૧૯૯૧માં તેમના પિતાના કારોબાર શાપૂરજી પેલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સાયરસ માત્ર ૩ વર્ષમાં જ ૧૯૯૪માં શાપૂરજી પલોનજી ગ્રુપના ડાયરેકર બન્યા હતા. તેમણે પિતાની જેમ ભારતમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા.,
જેમાં સૌથી ઊંચા રહેણાંક ટાવર, સૌથી લાંબા રેલવે પુલનું નિર્માણ અને સૌથી મોટા બંદરનું નિર્માણ સામેલ છે. પલોનજી ગ્રુપનો કારોબાર કપડાથી લઈ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે. કારોબારને લઈ ગયા નવી ઊંચાઈએ સાયરસ મિસ્ત્રી બે દાયકાના કાર્યકાળમા શાપૂરજી પલોનજી એન્ડ કંપનીને કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ મામલે વિશ્વમાં કાઠું કાઢ્યું છે.
તેમના નેતૃત્વમાં કંપનીએ મધ્ય પૂર્વ અને આફ્રિકામાં વિકાસ કર્યો. આ ગ્રુપનો કારોબાર ૫૦ દેશોમાં ફેલાયેલો છે. તેઓ કન્સ્ટ્રક્શન ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સભ્ય પણ છે. ૨૦૦૬ માં, પલોનજી મિસ્ત્રી ટાટા જૂથના બોર્ડમાંથી નિવૃત્ત થયા અને તેમની જગ્યાએ ૩૮ વર્ષીય સાયરસ મિસ્ત્રી આવ્યા હતા.
પલોનજી મિસ્ત્રી ટાટા ગ્રુપના સૌથી મોટા શેરહોલ્ડર હતા. આ રીતે સાયરસને શાપૂરજી પલોનજી ગ્રુપ ઉપરાંત ટાટા ગ્રુપની અનેક કંપનીના નિર્દેશક બનાવાયા હતા. નવેમ્બર ૨૦૧૧માં સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. રતન ટાટાના રિટારમેંટ બાદ ૨૮ ડિસેમ્બર, ૨૦૧૨માં ટાટા ગ્રુપના ચેરમેન તરીકે વરણી કરાઈ હતી.