સાયરસ મિસ્ત્રી મોતના કેસમાં ખુલાસો
ડિવાઈડર સાથે ટકરાયા પહેલા કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી
જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા
નવી દિલ્હી,ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું ગઈ કાલે રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે ડિવાઈડર સાથે ટકરાયા પહેલા તેમની લક્ઝરી કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. એટલું જ નહીં પાછળની સીટ પર બેઠેલા બંને વ્યક્તિઓએ સીટ બેલ્ટ પહેર્યો નહતો.
પોલીસ રિપોર્ટ મુજબ પાલઘરમાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમની કારે ફક્ત ૯ મિનિટમાં ૨૦ કિમીનું અંતર કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં તેમની કાર બપોરે લગભગ ૨.૨૧ની આજુબાજુ ચોકી પાસે જાેવા મળી હતી. દુર્ઘટના બપોરે લગભગ ૨.૩૦ વાગ્યાની આજુબાજુ સૂર્યા નદી પર બનેલા પૂલ પર ઘટી.
જે ચેકપોસ્ટથી ૨૦ કિમી દૂર છે. પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. આ દુર્ઘટનામાં જાણીતા સ્ત્રી રોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલેના જીવ બચી ગયા.
જ્યારે મિસ્ત્રી અને ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલેનું મોત થઈ ગયું. આ દુર્ઘટના મુંબઈથી લગભગ ૧૨૦ કિમી દૂર ઘટી. દુર્ઘટના બાદ સાઈરસ મિસ્ત્રીને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. જહાંગીર દિનશા પંડોલનું સારવાર દરમિયાન મોત થયું.
પોલીસે ડોક્ટરના હવાલે આ જાણકારી આપી છે. સાઈરસ મિસ્ત્રીના માથામાં ઈજા થઈ હતી અને અનાહિતા પંડોલેના ભાઈ જહાંગીર દિનશાને પગ અને માથામાં ઈજા થઈ હતી. સાઈરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા. મોટર વ્હીકલ એક્ટ મુજબ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. બંનેમાંથી કોઈએ સીટ બેટ પહેર્યો નહતો. મુંબઈના સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યા હતા.
જ્યારે સૂર્યા નદી પર બનેલા પુલ પર રોડના ડિવાઈડર સાથે કાર ટકરાઈ ત્યારે પૂરપાટ ઝડપે હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે કાર ડાબી બાજુથી એક અન્ય વાહનને ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી તે દરમિયાન કાબૂ ગૂમાવી બેઠી. અનાહિતા અને તેમના પતિ ડેરિયસ બંને કારમાં આગળની સીટ પર બેઠા હતા. બંને ગંભીર રીતે ઘાયલ થયા અને હાલ સારવાર હેઠળ છે.
અનાહિતા અને ડેરિયસને આજે મુંબઈની એક હોસ્પિટલમાં રેફર કરાય તેવી શક્યતા છે. અકસ્માત બાદ તેમને ગુજરાતના વાપીની એક પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવાયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે આગળની સીટ પર બેઠેલા બંને લોકોના જીવ એરબેગના કારણે બચી ગયા. અકસ્માત બાદ મર્સિડિઝ ગાડીની તસવીરોથી જાણવા મળે છે કે કારનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો નહતો.ss1