Western Times News

Gujarati News

મોડાસામાં ક્ષતિ જણાતા ૧ર૧ વીવીપેટ અને રપ૩ ઈવીએમ રદ્દ કરાયા

મોડાસા, ગુજરાત રાજયની ૧પમી વિધાનસભાની ચૂંટણીઓની ચૂંટણીઓને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. સંભવત નવેમ્બર કે ડિસેમ્બર માસમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓને લઈ અરવલ્લી જિલ્લામાં આવેલા વેર હાઉસમાં હાલ ઉપલબ્ધ ૩૬ર૮ ઈવીએમ અને ૧૬રપ વીવીપેટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયું હતું.

ટેકનિકલ તજજ્ઞો દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં ૧ર૧ વીવીપેટ અને રપ૩ ઈવીએમ મશીનમાં ક્ષતિ જણાતા બંને મળી કુલ ૩૭૪ મશીન રિજેકટ કરાયા હતા તેમજ હાલ મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હોઈ મતદાર નોંધણી કામગીરીની સમીક્ષા કરાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં મતદાર યાદીની ખાસ ઝુંબેશ હેઠળ ૪પ૯૪ નવા મતદારો નોંધાયા હતા. અરવલ્લી જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી જરૂરી મુદ્દે સમીક્ષા કરાઈ હતી. જિલ્લાના ૧૦૬ર મતદાન મથકો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઝુંબેશ હાથ ધરાઈ હતી અને મોડાસા, ભિલોડા અને બાયડ ખાતે ઈવીએમ અને વીવીપેટનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.