વલસાડમાં મહિલા કોન્સ્ટેબલનું તિથલ દરિયામાં ડૂબી જતા મોત
વલસાડ,
વલસાડ શહેરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાેકે, ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજાે મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કયા કારણોસર મહિલા કોન્સેટબલે આપઘાત કર્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. વલસાડ સીટી પોલીસ મથકે પૂજા નામની મહિલા કોન્સ્ટેબલ તરીકે થોડા સમય પહેલા જાેડાઈ હતી.
ત્યારે મહિલા કોન્સ્ટેબલે ગત રાત્રે તિથલ દરિયે જઈ આત્મહત્યા કરી હતી. ત્યારે મહિલા કોન્સ્ટેબલનું આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. જાેકે, ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ માટે મોકલી વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા વલસાડ જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે.hm1