દિલ્હી, યુપી સહિત ૩૦ જગ્યાઓ પર EDના દરોડા
આપ સરકારની મુશ્કેલીઓ વધી
નવી દિલ્હી,કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ૩૦થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હીની એક્સાઈઝ પોલિસી એટલે કે મનીષ સિસોદિયા સાથે સંબંધિત આ છેતરપિંડીના કેસમાં ૩૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડી હેડક્વાર્ટરના આધારભૂત સૂત્રોએ આ સમાચારની ઔપચારિક પુષ્ટિ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા હાલ મનીષ સિસોદિયાના ઘરે નથી થઈ રહ્યા. ઇડીના સૂત્રો પ્રમાણે દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના લખનઉ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોરમાં હજુ પણ દરોડા ચાલી રહ્યા છે. આ અંગેની વાત કરીએ તો, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા ૧૭ ઓગસ્ટના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
જે બાદ આ મામલામાં સીબીઆઈએ ૩૦થી વધારે લોકેશન પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઇઆર પ્રમાણે, એક્સાઇસ પોલિસી વિભાગના મંત્રી મનિષ સિસોદિયાને સૌથી પહેલા અને મુખ્ય આરોપી બનાવવવામાં આવ્યા હતા.
આ કેસમાં અનેક અજ્ઞાત આરોપીઓ, કંપનીઓ સહિત કુલ ૧૬ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા નોંધાયેલ આ મામલાને ટેકઓવર કરીને ઇડી આમાં મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત તપાસ કરી રહી છે.આ અંગેની વાત કરીએ તો, કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા ૧૭ ઓગસ્ટના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો.ss1