પાટણમાં લુડો રમવાની લતના કારણે થઈ ગઈ બબાલ
દીકરાએ પિતાના મિત્ર પર કરી દીધો તલવારથી હુમલો
ફરિયાદ મુજબ ભોપાજી અને મુકેશ મંદિરની બહાર ઓનલાઈન લુડો ગેમ રમી રહ્યા હતા અને ત્યારે સંજય ત્યાં આવી પહોંચ્યો હતો
અમદાવાદ,મિત્રના ૧૮ વર્ષના દીકરા પર તલવારથી હુમલો કર્યા બાદ એક ૨૯ વર્ષના વ્યક્તિ માટે એક મિત્ર સાથે લુડો રમવાનું અશક્ય બની ગયું છે. સંજય ઠાકોર દ્વારા આવેશમાં આવીને મુકેશ ઠાકોર પર કથિત હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે, તેના પિતાની લૂડ રમવાની આદત આ માટે જવાબદારી બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઘટના ઉત્તર ગુજરાતના પાટણમાં રવિવારે બની હતી. ઘાયલ થયેલા મુકેશે સારવાર દરમિયાન તલવારના કારણે પડેલા ઘાને ભરવા માટે ૧૫ ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે સંજય સામે પાટણ શહેર પોલીસના એ ડિવિઝિનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ ભોપાજી અને મુકેશ મંદિરની બહાર ઓનલાઈન લુડો ગેમ રમી રહ્યા હતા અને ત્યારે સંજય ત્યાં આવી પહોંચ્યો હતો, આ પછી તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી શરુ થઈ હતી.
જેમાં સંજયે આવેશમાં આવીને મુકેશ પર તલવાર વડે હુમલો કરી દીધો હતો. મુકેશની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, “સંજયે મારા પર તેમના પિતાને ખોટું શીખવવાનો અને બગાડવાનો આરોપ લગાવ્યો છે. મારા કારણે તેના પિતાને લૂડનો લત લાગી હોવાનું કહીને તેણે મને ગાળો આપવાનું શરુ કર્યું હતું. મેં સંજયને જણાવ્યું હતું કે હું તેના પિતાના આગ્રહના કારણે જ ગેમ રમતો હતો.
મુકેશે ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે જ્યારે ભોપાજીએ સંજયને પોતાના મિત્ર સાથે ખરાબ વ્યવહાર બંધ કરવા કહ્યું તો તે આવેશમાં આવીને ઘરે જતો રહ્યો હતો, અને તલવાર લઈને પાછો આવ્યો હતો. તેણે મને મારવા માટે મારા માથા પર તલવારથી વાર કર્યો હતો. જ્યારે મેં તેને રોકવાની કોશિશ કરી તો તેણે મારી આંગળી કાપી નાખવાની કોશિશ કરી હતી. તેણે મારા હાથ કાપી નાખવાની પણ ધમકી આપીને કહ્યું કે જાે આમ થયું તો તે ક્યારેય તેના પિતા સાથે લુડો રમી શકશે નહીં.
મુકેશના ભાઈ કલ્પેશે જણાવ્યું કે મુકેશને હુમલામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, અહીં જ સંજય સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કલ્પેશે કહ્યું કે સંજય અને મુકેશ આ ઘટના બની ત્યારે પીધેલી હાલતમાં હતા. પાટણ પોલીસે ગંભીર રીતે વ્યક્તિને ઘાયલ કરવાનો અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવા બાબતે સંજય સામે કેસ નોંધીને તપાસ શરુ કરી છે.ss1