આયુષમાન ખુર્રાના સહિતના સેલેબ્સ અર્શદીપની પડખે આવ્યા
અર્શદીપે પાક. સામેની મેચમાં મહત્વનો કેચ છોડ્યો
સોશિયલ મીડિયા પર લોકોએ અર્શદીપને ટ્રોલ કરવામાં કોઈ કસર બાકી નથી
રાખી, આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સ તેના સમર્થનમાં આગળ આવ્યા
મુંબઈ,રવિવારના રોજ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ તો સોશિયલ મીડિયા પર લોકોએ અર્શદીપ સિંહન ટ્રોલ કરવાની શરુઆત કરી દીધી. ઉલ્લેખનીય છે કે અર્શદીપ સિંહના હાથમાંથી મહત્વનો કેચ છૂટી ગયો હતો.
૧૮મી ઓવરમાં તેણે પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીનો કેચ છોડી દીધો હતો. ત્યારપછી તો લોકોએ યુવા ખેલાડીને ટ્રોલ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેના પર જાતજાતના મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. આટલુ જ નહીં, તેના વિકિપીડિયાના પેજ પર એડિટ વિકલ્પનો ઉપયોગ કરીને તેને ખાલિસ્તાની જાહેર કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન એવા ઘણાં લોકો છે જે અર્શદીપની પડખે ઉભા રહ્યા અને માનવ માત્ર ભૂલને પાત્રનો સંદેશ લોકોને આપવાનો પ્રયત્ન કર્યો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં લોકોએ અર્શદીપને દિલાસો આપ્યો હતો. આયુષમાન ખુર્રાનાની વાત કરીએ તો તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, ૨૪ કલાકથી વધારે સમય થઈ ગયો પરંતુ ગઈ કાલે રાત્રે જે થયું તે હજી યાદ આવે છે.
જ્યારે પણ ટીમ ઈન્ડિયા મેચ હારે છે ત્યારે હંમેશા દિલ તૂટી જાય છે. પણ આપણે હકારાત્મક પાસાને પણ ધ્યાનમાં રાખવું જાેઈએ. કોહલી હવે ફોર્મમાં પાછો આવી ગયો છે. ઓપનર્સ પણ ફોર્મમાં છે. ટીમ હારનો સામનો કરે તો પણ આપણે તેમનું સમર્થન કરવું જાેઈએ. અને ઈશ્વર માટે, અર્શદીપને ટ્રોલ કરવાનું બંધ કરો. તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. આગળની મેચમાં કમાલ થઈ જાય તેવી આશા રાખુ છું અને પ્રાર્થના કરુ છું.
માત્ર આયુષમાન ખુર્રાના જ નહીં, સ્વરા ભાસ્કર, ગુલ પનાગ, પૂજા ભટ્ટ તેમજ વરુણ ગ્રોવરે પણ ખુલીને અર્શદીપ સિંહનું સમર્થન કર્યુ હતું. સ્વરા ભાસ્કરે ટિ્વટર પર અર્શદીપ સિંહને ટેગ કરીને લખ્યું કે, અમે તને પ્રેમ કરીએ છીએ અને તારા પર ગર્વ છે. સ્ટે સ્ટ્રોન્ગ. આ સાથે જ તેણે હાર્ટ ઈમોજી અને ભારતના ધ્વજનું ઈમોજી મૂક્યું છે. ગુલ પનાગે લખ્યું કે, અર્શદીપ સિંહને જે પ્રકારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે તે દુખદ છે.
લાગે છે કોઈ આઈટી સેલનું આ કામ છે. પ્લીઝ આમ ના કરો. લેખક અને ગીતકાર વરુણ ગ્રોવરે પણ ટિ્વટર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, અવારનવાર આ વાત સામે આવે છે કે જાે તમે બહુમત(મેજાેરિટી)નો ભાગ નથી તો તમારી દરેક ભૂલને જાણીજાેઈને કરવામાં આવેલા ગુના તરીકે જાેવામાં આવશે, અને અમુકવાર તો દેશદ્રોહ સુદ્ધાં કહેવામાં આવશે. લઘુમતીને માણસ દ્વારા થતી ભૂલો કરવાનો હક નથી.
તેમણે હંમેશા પર્ફેક્ટ રહેવું જાેઈએ Imprerfectionની જવાબદારી બહુમતી સંભાળશે. અહીં વરુણ ગ્રોવરે અર્શદીપ સિંહનું નામ નથી લીધું.ss1