રાજપારડી નજીક ધોરીમાર્ગ પર માધુમતિ નદીના બીજા પુલની અધુરી કામગીરીથી હાલાકી
(વિરલ રાણા, ભરૂચ) : ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ધોરીમાર્ગ પર માધુમતિ નદી પર બીજો પુલ બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે આ સ્થળે થી પસાર થતો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી અંતર્ગત અત્રે માધુમતિ નદી પર જુના પુલની સાથે નવો પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધુરૂ કામ કરીને કામગીરી અધુરી છોડી દેવાતા બન્ને તરફના વાહનો હાલ એકજ પુલ પરથી પસાર થાયછે.આમ થતાં અકસ્માત ની દહેશત જણાય છે. ત્યારે બીજા પુલની કામગીરી તાકીદે સંપન્ન કરાવવા તંત્ર આગળ આવે તે જરૂરી છે.