ગુજરાતના આ ટ્રેક પર 120 કિમીની સ્પીડે ટ્રેન દોડાવાઈ ટ્રાયલ લેવાશે
07 સપ્ટેમ્બર 2022 ના રોજ અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા વિભાગ પર સીઆરએસ નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા સેક્શન પર 07 સપ્ટેમ્બર 2022ના રોજ સીઆરએસ નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે
આ દરમિયાન રેલ્વે સંરક્ષા કમિશનર શ્રી આર.કે.શર્મા દ્વારા જગુદણ-મહેસાણા નવી લાઇન વિભાગનું નિરીક્ષણ અને 120 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે. તદનુસાર દરેકને વિનંતી કરવામાં આવે છે કે તેઓ રેલ્વે ટ્રેકથી દૂર રહે. રેલ્વે ટ્રેક પર આવવું અથવા રેલ્વે ટ્રેક ક્રોસ કરવું અસુરક્ષિત અને જીવલેણ છે. નિરીક્ષણ દરમિયાન રેલ્વે લાઇનથી દૂર રહો અને રેલ્વે ક્રોસીંગ ક્રોસ કરતી વખતે ટ્રેનની સ્થિતિ જોઈને જ ક્રોસ કરો.