ભાજપ કાર્યકરની હત્યાના આરોપીએ પેરોલ માટે કરેલી અરજી કોર્ટે કેમ ફગાવી
(એજન્સી)અમદાવાદ, ખાડીયાના ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યા કરનારા મોન્ટુ નામદારે પત્નીના મણકાના ઓપરેશન માટે ૩૦ દિવસના પેરોલ પર છુટવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જાેકે મોન્ટુનીપત્નીએ જે ડોકટરના રીપોર્ટ રજુ કર્યા હતા.
પોલીસ તે ડોકટર પાસે ખરાઈ કરવા પહોચી ત્યારે ડોકટર જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું તેમ જ આ સાથે રજુ કરેલાં અન્ય કારણો પણ યોગ્ય નહી જણાતા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા.
મોન્ટુ નામદારે કોર્ટમાં જામીન માટે કરેલી અરજીમાં એવી રજુઆત કરી હતી કે, તેની પત્ની ઘરે કામ કરતા અકસ્માતે પડી જવાથી તેમને કમરમાં ઈજાઓ થઈ હતી. કરોડરજજુ અને મણકામાં વધારે નુકશાન થયું હોવાથી ઓપરેશન કરવુેં પડે તેમ હતું.
ઓપરેશન માટે રૂા.પ૦ હજાર ખર્ચો થવાનો હોવાથી તે પૈસાની વ્વયવસ્થા કરવાની છે. જયારે સામે પક્ષે સરકારી વકીલ તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી,કે મોન્ટુની પત્નીેે સામાન્ય મણકાનો દુખાવો છે. સર્જરીની જરૂર નથી. વધુમાં તેમનો દીકરી ર૮ વર્ષનો છે. તે પણ સારસંભાળ સારી રીતે રાખી શકે તેમ છે.
જયારે મોન્ટુની પત્નીએ જે ડોકટરનો ઓપરેશન માટેનો રીપોર્ટ રજુ કર્યો હતો. તેના ત્યાં ર સપ્ટેમ્બરે ખરાઈ કરવા માટે પોલીસની ટીમ ગઈ હતી. ત્યારે ડોકટરના પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના પતીની સીઆઈડી ક્રાઈમ દ્વારા ગત ર૬-૮-ર૦રરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી દવાખાનું પણ બંધ છે.
આથી આ સર્ટીફીકેટમાં શું લખેલું છે અને આ કયા ભાગનું ઓપરેશન કરવાનું હતું. તે બાબતે મને કશુ ખબર નથી. આટલું જ નહી તેમનાં પત્ની કયારે છૂટશે અને કયારે ઓપરેશન કરશે તે પણ તેઓ જાણતા નહી હોવાનું ડોકટરના પત્નીએ તેમના નિવેદનમાં લખાવ્યું હતું. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મોન્ટુના જામીની નામંજૂર કર્યા હતા.