ડાકોરમાં ત્રણ વર્ષ અગાઉ થયેલ ખૂન કેસમાં આરોપીને આજીવન કેદની સજા
તું છેલ્લા ઘણા દિવસથી મારી સાથે માથાકુટ કરે છે અને આજે તો તને પુરો કરી દઈશ તેમ કહી તેના હાથમાં લાકડાનો દંડો વિનોદભાઈ નાઓના માથામાં જાેરથી મારી માથાની ખોપડી ફાડી જીવલેણ ઈજાઓ કરી હતી
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ડાકોરમાં ત્રણ વર્ષ અગાઉ સામાન્ય મુદ્દે માથામાં દંડો મારી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં નડિયાદ કોટે એક આરોપીને કસુરવા ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે
આ અગે મળતી માહિતી મુજબ ભાવેશભાઈ ઉર્ફે ભાંગો અશોકભાઈ હરીજન, ઉ.વ.૩૨ રહે.ડાકોર, નાની ભાગોળ,હરીજન વાસ, તા.ઠાસરા નાએ ગત તારીખઃ-૧૬–૭–૨૦૧૯ નારોજ કલાક ૨૧-૩૦ વાગ્યાના સુમા૨ે ડાકોર, ગોમતીઘાટ, હવેલીપાસે આવેલ મહુલીમાં વિનોદભાઈ જગુભાઈ વસાવા નાઓને કહેલ કે તું છેલ્લા ઘણા દિવસથી મારી સાથે માથાકુટ કરે છે
અને આજે તો તને પુરો કરી દઈશ તેમ કહી તેના હાથમાં લાકડાનો દંડો વિનોદભાઈ નાઓના માથામાં જાેરથી મારી માથાની ખોપડી ફાડી જીવલેણ ઈજાઓ કરી હતી જેથી તેમનું મોત થયું હતું તેમજ ભાવેશે ડાકોર આંબાવાડી પથિકા આશ્રમ ખાતે ઓટલા પાસે ગોપાલભાઈ ઉર્ફે રામપ્યારી રાયમલભાઈ પટણીનાઓ પાસે પોચી જઈ કહેલ કે આ ડંડો જાે. અત્યારમાં ગોમતી ઉપર વિનોદ વસાવાને માથામાં મારીને આવ્યો છું
જેથી તું મારું નામ લઈસ નહીં તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કહેલ કે એકને તો મે પતાવી દીધો છે અને હવે તને પણ પતાવી દઈશ તેમ કહી હાથમાંનો દંડો ગોપાલ ના માથાના ભાગે જાેરથી મારી ચામડી ફાડી લોહી કાઢી માથાના ભાગે જીવલેણ ઈજા કરી હતી તથા બંને હાથના ભાગે લાકડાના ડંડાથી માર મારી જમણા હાથના ભાગે ફેક્ચર કરીયું હતું
આ બાબતે વિમળાબેન બકાભાઈ વસાવા નાએ ડાકોર પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે ઈ.પી.કો.ક. ૩૦૨, ૩૦૩, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબની ફરીયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ કર્યા બાદ કોર્ટમાં ચાર સીટ કોટ માંમૂકી હતી
આ કેસ નડિયાદ કોટ ના એડી.સેસન્સ નાયાધીશ પી.પી.પુરોહીત ની અદાલતમાં સુનાવણી માટે આવતાં સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુર નાઓએ કુલ ૧૭ સાક્ષીઓને તપાસેલા અને કુલ ૬૧ થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા અને સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુર એવી દલીલ કરી હતી કે,સમાજમાં આવા ગુનાઓનું પ્રમાણ વધી રહેલ હોઈ સમાજમાં દાખલો બેસે જેથી આરોપીને મહત્તમાં સજા થવી જાેઈએ આ તમામ હકીક્ત .કોર્ટ ગ્રાહય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે