અંબાજીમાં કુમ્ભારીયામાં ચાલતી પજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં કલંકિત ઘટના બનતા ભારે ચકચાર
અંબાજી :અંબાજી ના કુમ્ભારીયા વિસ્તાર માં નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ, અંબાજી સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગો નું શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળા માં ધોરણ 9 (નવ )માં અભ્યાસ કરતી એક સગીર વય ની યુવતી ઉપર શિક્ષકો દ્વારા જ બળાત્કાર ગુજરાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર કિસ્સો ટોકઓફ ટાઉન બન્યો છે જોકે હાલ માં દિવાળી વેકેશન હોવાથી શાળા ને તાળા લાગેલા છે
પણ આ સગીર વય ની યુવતી ઉપર બળાત્કાર ની ઘટના ગતમાસ માં બે શિક્ષકો દ્વારા વારંવાર બળાત્કાર ગુજારાતા યુવતી આ ઘટના ની જાણ પોતાના વાલી ને કરી હતી જોકે દિવાળી વેકેશન ટૂંક સમય માં પૂર્ણ થનારું હોવાથી આ યુવતી ને ફરી શાળા એ જવામાટે તૈયારી કરી લેવા જણાવાતા આ સમગ્ર ઘટના પ્રકાશ માં આવ્યું હોવાનું ચર્ચાસપ્દ બન્યું છે જોકે અંબાજી પોલીસ માં આ ઘટના ને લઈ બે શિક્ષકો જેમાં જ્યંતીભાઈ વીરચંદ ઠાકોર તથા ચમનલાલ મૂળાજી ઠાકોર ઉપર બળાત્કાર સહીત પોસ્કો એક્ટ હેડળ ગુન્હો નોંધી પોલીસે તાપસ હાથ ધરી છે
જોકે આ બંને આરોપીઓ હાલ ભૂગર્ભ માં ઉતરી જતા લાપતા બન્યા છે એટલુંજ નહીં આ પજ્ઞાચક્ષુ શૈક્ષણિક સંસ્થા ના કચરાના ઠગમાં કોન્ડોમ ના ખાલી રેપર પણ મળી આવતા સંસ્થા ને લઈ સંસ્થા ની રહેણી કરણી ને લઈ તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે