Western Times News

Gujarati News

સ્કૂલ સંચાલકોની “સરકાર નિર્ધારિત કરેલી ફી”ની રકમ વધારવાની રાજ્ય સરકાર પાસે માગણી

સ્કૂલ સંચાલકોની માગણી એવી પણ છે કે ખાનગી સ્કૂલો માટે સરકાર નિર્ધારિત કરેલી ફીની રકમ વધારે.

શાળા સંચાલક મંડળની રાજ્ય સરકાર પાસે માગણી

રાજ્યભરની સ્કૂલોમાંથી આશરે ૫૫૦ જેટલા પ્રતિનિધિઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા

ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતીની સત્તા સ્કૂલોને આપો

અમદાવાદ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલિત શાળા સંચાલક મંડળ મંગળવારે બેઠક યોજાઈ હતી. જેમાં પોતાની પડતર માગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ પ્રતિનિધિમંડળ મોકલવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આઠ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ અસોસિએશને મક્કમ ર્નિણય કર્યો કે, આચાર્યો, શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી કરવાનો અધિકાર સ્કૂલના વહીવટી વિભાગને સોંપી દેવાવો જાેઈએ અને આ અંગેની રજૂઆત તેઓ કરશે.

રાજ્યભરની સ્કૂલોમાંથી આશરે ૫૫૦ જેટલા પ્રતિનિધિઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. રિઝલ્ટ સંબંધિત ગ્રાન્ટ બંધ થવી જાેઈએ તેવી માગણી પર પણ ભાર આપશે તેવો ર્નિણય પણ બેઠકમાં કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અસોસિએશનની મુખ્ય માગ તો ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની સત્તા મળે તેની જ રહેશે.

હાલ આ સત્તા સરકાર પાસે છે. સ્કૂલ મેનેજમેન્ટ ખાસ્સા સમયથી માગણી કરી રહ્યું છે કે, જે સ્કૂલોમાં ધોરણ ૯ અને ૧૦નો એક-એક ક્લાસ હોય ત્યાં એક આચાર્ય સહિત ચાર શિક્ષકોની ભરતી કરવાની સત્તા સરકાર તેમને સોંપે. અત્યારે આવી સ્કૂલોમાં સરકારે એક આચાર્ય સહિત ત્રણ શિક્ષકોની મંજૂરી આપેલી છે.

બેઠક દરમિયાન બીજાે એક ચર્ચવામાં આવેલો મુદ્દો હતો વર્ગખંડ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યાનો. શહેરી વિસ્તારોની સ્કૂલોના વર્ગખંડમાં એક ક્લાસમાં ઓછામાં ઓછા ૩૦ અને વધુમાં વધુ ૪૫ વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેવી માગણી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોની શાળાના એક વર્ગમાં ઓછામાં ઓછા ૨૦ અને વધુમાં વધુ ૪૫ વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેવી માગ કરવામાં આવી છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.