માહિતી ખાતાના વર્ગ-૩ મંડળના હોદ્દેદારો નિમાયા
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની તા. ૦૭-૦૯-ર૦ર૨ને બુધવારના ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળની મળેલી સામાન્ય સભા મળી હતી. જેમાં ર૦રર-ર૩ના વર્ષ માટે કિરીટ બેન્કરની પ્રમુખ તરીકે અને પરિમલ પટેલની મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ ર૦૨૨-૨૩ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે સર્વ પ્રવિણ બારોટ, એચ. વી. ગોહિલ, દેવાંગ મેવાડા, જી. એસ. ઠાકોર અને પી. પી. સોરઠીયા, સહમંત્રી તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન સોની, ખજાનચી તરીકે ધવલ શાહની નિમણૂંક કરવામાં આવી છે.
સંગઠન મંત્રી તરીકે સર્વ પી. એચ. ચૌધરી (વડી કચેરી), બી. ટી. ઠુમર (સૌરાષ્ટ્ર ઝોન), યજ્ઞેશ પંડયા (મધ્ય ઝોન), નરેશ પટેલ (દક્ષિણ ઝોન) અને રાજેન્દ્રસિંહ જાડેજા (ઉત્તર ઝોન)ની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે.
કારોબારી સભ્યોમાં પી. વી. મોઢ, જયંતિભાઈ ચૌધરી, સંજયસિંહ ચાવડા, અક્ષય દેસાઇ, વિપુલ ચૌહાણ, જયેશ પુરોહિત, સંજય રાજ્યગુરૂ, દર્શન ત્રિવેદી, મહેશ પટેલ, મનોજ ખેંગાર, હરીશ પરમાર, શૈલેષ ગોહિલ, શ્રીમતી શિરીન સૈયદ, શ્રીમતી ફોરમબેન રાઠોડ અને અનામિકા શ્રીમાળીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.