GTU ખાતે ટેક મહિન્દ્રા, મારૂતિ, ટાટા સહિતની ૫૦ કંપનીઓ જાેબ ઓફર કરશે
વિદ્યાર્થીઓ માટે ખુશખબર
૨૦૨૧-૨૨માં પાસ થયેલા ડિપ્લોમા, બી.ઈ અને એમ.ઈના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશેે
અમદાવાદ,૧૦ સપ્ટેમ્બરના રોજ જીટીયુના ઈન્ટીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગ અને કેડ સેન્ટર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે સેન્ટ્રલાઈઝ્ડ એન્જિનિયરીંગ પ્લેસમેન્ટ ફેર યોજાશે. જેમાં જીટીયુ સંલગ્ન તમામ એન્જિનિયરીંગ કૉલેજના વર્ષ ૨૦૨૧-૨૨માં પાસ થયેલા ડિપ્લોમા, બી.ઈ અને એમ.ઈના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
આ પ્લેસમેન્ટ ફેરથી ૧,૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. ટેક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી પોપ્યુલર, એસ્ટ્રલ પાઈપ્સ, ટાટા ઓટો કોમ્પ. જેવી એન્જિનિયરીંગ ક્ષેત્રની ૫૦થી વધુ અગ્રગણ્ય કંપનીઓ આ ફેરમાં હાજર રહશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે રોજગારલક્ષી કાર્યક્રમો માટે પણ સતત કાર્યશીલ રહે છે.
આ પ્લેસમેન્ટ ફેરથી ૧,૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને રોજગારી મળશે, સાથે જ તેમણે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી.ટેક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી પોપ્યુલર, એસ્ટ્રલ પાઈપ્સ, ટાટા ઓટો કોમ્પ. જેવી એન્જિનિયરીંગ ક્ષેત્રની ૫૦ થી વધુ અગ્રગણ્ય કંપનીઓ આ ફેરમાં હાજર રહીને ૧૨૦૦થી વધુ જગ્યાઓ માટે પ્લેસમેન્ટ પૂરું પાડશે.પ્લેસમેન્ટ ફેરમાં ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ss1