અયોધ્યામાં જાેરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્ય
મંદિરનું કામ લગભગ ૪૦ ટકા કામ પૂરુ
મુખ્ય મંદિરની દિવાલો, થાંભલા અને અન્ય વિભાગો તબક્કાવાર માળખાના ડ્રોઇંગ મુજબ ઉમેરવામાં આવશે
નવી દિલ્હી, મંદિરના ૭ લેયરમાં પ્લિંથનું કામ પૂરુ થઈ ગયું છે. હવે કારીગર ગર્ભગૃહને આકાર આપવાના કામમાં લાગ્યા છે. અત્યાર સુધીમાં વંશીપહારપુરના લગભગ ૪૦૦ ગુલાબી પથ્થરો ગર્ભગૃહમાં નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ખડકો પર કોતરણીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જલદી રામ મંદિરના સ્તંભોને જાેડવાનું કામ શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે ગર્ભગૃહનું મહાપીઠ બનીને તૈયાર છે.
આ સિવાય ગૂઢ મંડપનું કામ પણ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ત્યારબાદ વધુ ઝડપી કામ થશે, જે હેઠળ નૃત્ય મંડપને આકાર આપવાનું કામ પણ જલદી શરૂ થશે. મુખ્ય મંદિરની દિવાલો, થાંભલા અને અન્ય વિભાગો તબક્કાવાર માળખાના ડ્રોઇંગ મુજબ ઉમેરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ડિસેમ્બર ૨૦૨૩ સુધી ગર્ભગૃહના નિર્માણનું કાર્ય પૂરુ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે.
રામ ભક્તોની આસ્થાનું પ્રતિક, સદીઓથી અસ્તિત્વમાં રહેલા રામ મંદિરના પાયાના નિર્માણમાં ભારતની ૮ ટેકનિકલ એજન્સીઓની મદદ લેવામાં આવી છે. જેથી કરીને કોઈપણ પ્રકારની કમી ન રહે. તમને જણાવી દઈએ કે મંદિરનો ભોંય બનાવવામાં લગભગ ૭ મહિનાનો સમય લાગ્યો છે. તમને જણાવી દઈએ કે રામ મંદિર નિર્માણના કામમાં આશરે ૩૦૦ કારીગર અને એન્જિનિયર બે શિફ્ટોમાં કામ કરી રહ્યાં છે.
મંદિરમાં લાગેલા પથ્થર રાજસ્થાનથી કોતરીને લાવવામાં આવી રહ્યાં છે. આ સિવાય અયોધ્યાના રામસેવકપુરમ કાર્યશાળામાં ગર્ભગૃહની બીમના પથ્થરોને કોતરવામાં આવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે રામમંદિર નિર્માણનું ભૂમિ પૂજન ૫ ઓગસ્ટ ૨૦૨૦ના પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક આ મંદિર ૨૦૨૩ના અંત સુધી તૈયાર થઈ જશે. બધા લોકો આ શુભ દિવસની રાહ જાેઈ રહ્યાં છે. મંદિર બન્યા બાદ આવું જાેવા મળશે.ss1