Western Times News

Gujarati News

ગુજરાતમાં બાળકો પર બળાત્કારની સંખ્યા પાંચ વર્ષમાં ૬૦ ટકા વધી

નવીદિલ્હી, નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૨૦૨૧માં એક બાજુ ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પર બળાત્કારના ૫૮૨ કેસ નોંધાયા છે. બીજી બાજુ બાળકો પર બળાત્કાર અંગેના ૨,૦૬૦ કેસ નોંધાયા.આ આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ છ બાળકો પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું છે.

એનસીઆરબી દ્વારા દર વર્ષે ભારતમાં ક્રાઇમને લગતા આંકડા જાહેર કરવામાં આવે છે. એનસીઆરબી દ્વારા વર્ષ ૨૦૧૭માં જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં બાળકો પર બળાત્કારના ૧,૨૩૩ કેસ નોંધાયા હતા. આ ૧,૨૩૩ કેસમાં ભોગ બનનારાં બાળકોની સંખ્યા ૧,૨૩૭ હતી. વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં બાળકો પર બળાત્કારના ૧,૪૫૫ કેસ નોંધાયા હતા. જેમાં પીડિતોની સંખ્યા ૧,૪૯૦ હતી.

૨૦૧૯માં કેસનો આંકડો વધીને ૧,૫૩૯ થયો હતો. જેમાં પીડિતોની સંખ્યા ૧,૫૪૭ હતી અને વર્ષ ૨૦૨૦માં બાળકો પર બળાત્કારના આંકડામાં ઉછાળો જાેવા મળ્યો હતો. જે મુજબ ગુજરાતમાં એ વર્ષે ૧,૮૭૧ કેસ નોંધાયા હતા. જેમાં ભોગ બનનારાં બાળકોની સંખ્યા ૧,૮૮૧ હતી. ત્યાર બાદ તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ કેસની કુલ સંખ્યા ૨,૦૬૦ પર પહોંચી છે.

જેમાં ભોગ બનનારાં બાળકોની સંખ્યા ૨,૦૬૯ છે.”બાળકોની સોશિયલ મીડિયા સુધીની પહોંચ અને તેઓ જે રીતે ઓનલાઇન મિત્રો બનાવે છે, તેની સાથે જાેડાયેલા ઘણા મુદ્દા છે.

તથ્ય એ છે કે આપણાં બાળકો ઘણી સંદિગ્ધ સામગ્રી અને સંબંધોના સંપર્કમાં આવે છે જે ઓનલાઇન શરૂ થાય છે અને અપમાનજનક સ્થિતિઓમાં બદલાઈ જાય છે.” તેમનું એમ પણ માનવું છે કે આ પ્રકારના કેસ વધવા પાછળ બાળકોની પોર્નોગ્રાફી સુધીની સરળ પહોંચ પણ એક કારણ છે. ભારતી અલીનું કહેવું છે કે કોરોના મહામારીના સમયમાં આવી ઘટનાઓ વધવી એક ચિંતાજનક બાબત હતી.

તેમણે કહ્યું, “તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના મહામારી દરમિયાન લૉકડાઉનમાં મોટા ભાગના લોકો પોતપોતાનાં ઘરમાં હતા એટલે આવી ઘટના ઓછી થઈ હશે પરંતુ એમ થયું ન હતું. જ્યારે બાળકો ઘર પર હતાં, ત્યારે પણ શોષણની ઘટનાઓ ચાલુ હતી અને એ વાતની પણ પર્યાપ્ત જાણકારી છે કે શોષણ કરનારા મોટા ભાગના લોકો નજીકના સંબંધીઓ જ હોય છે.”

દેશમાં વર્ષ ૨૦૨૧માં સગીરો પર બળાત્કારના ૩૬,૦૬૯ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૩,૦૩૬ કેસ પૉક્સો ઍક્ટ અંતર્ગત નોંધાયા છે. જ્યારે ૩,૦૩૩ કેસ આઈપીસીની કલમ ૩૭૬ અંતર્ગત નોંધવામાં આવ્યા છે.

જેમાં પ્રથમ નંબરે મધ્ય પ્રદેશ (૩,૫૧૨ કેસ), બીજા નંબરે મહારાષ્ટ્ર (૩,૪૫૮ કેસ), ત્રીજા નંબરે તામિલનાડુ (૩,૪૦૧ કેસ), ચોથા નંબરે ઉત્તર પ્રદેશ (૨,૭૪૭ કેસ), પાંચમા નંબરે કર્ણાટક (૨,૦૯૦ કેસ) અને છઠ્ઠા ક્રમાંકે ગુજરાત (૨,૦૬૦ કેસ)નો સમાવેશ થાય છે.

કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવાં પણ છે જ્યાં પોક્સો ઍક્ટ અંતર્ગત બળાત્કારનો એક પણ કેસ નોંધાયો નથી. જેમાં ગોવા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન. ચંદીગઢ અને લદ્દાખ સામેલ છે. રસપ્રદ બાબત એ છે કે રાજસ્થાનમાં પોક્સો ઍક્ટ અંતર્ગત બળાત્કારનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ આઈપીસીની કલમ ૩૭૬ અંતર્ગત સૌથી વધુ બળાત્કારના કેસ (૬,૩૩૭) નોંધાયા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.