Western Times News

Gujarati News

મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું

નવા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પરના પ્રદર્શનની મુલાકાત લીધી

પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્‌ઘાટન કર્યું હતું તે હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે

નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્‌ઘાટન કર્યું. તે હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. આ દરમિયાન પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કામદારો સાથે પણ વાતચીત કરી હતી.

પીએમએ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના ઉદ્‌ઘાટન કાર્યક્રમ દરમિયાન શ્રમજીવીને કહ્યું કે, તેઓ ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સેન્ટ્રલ વિસ્ટાના પુનઃવિકાસ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા તમામ લોકોને આમંત્રિત કરશે. પીએમએ નવા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પરના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધી વિસ્તરેલ છે. ગણતંત્ર દિવસ પરેડ સહિત અનેક મુખ્ય કાર્યક્રમો અહીં યોજાય છે.

આ કાર્યક્રમ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાના અનાવરણ માટે ઈન્ડિયન નેશનલ આર્મી સાથે જાેડાયેલા સૈનિકોના પરિવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે કામ કરનાર આર. માધવને (રડતાં) કહ્યું કે, આ તેમના માટે ખુશીનો પ્રસંગ છે,

માત્ર પીએમ મોદી જ આ કરી શક્યા હોત, પીએમ મોદી કી જય હો. તે જ સમયે, ૈંદ્ગછમાં રહેલા કર્નલ ધિલ્લોનના પુત્રનું કહેવું છે કે દેશનું ચિત્ર બદલાઈ રહ્યું છે. લોકોએ નેતાજીના માર્ગ પર ચાલવું જાેઈએ.૬૫ મેટ્રિક ટન વજન ધરાવતી આ પ્રતિમા લગભગ ૨૬,૦૦૦ કલાકના અથાક કલાત્મક પ્રયાસોથી મોનોલિથિક ગ્રેનાઈટ કોતરીને તૈયાર કરવામાં આવી છે. બ્લેક કલરના ગ્રેનાઈટ સ્ટોનથી બનેલી આ ૨૮ ફૂટ ઊંચી પ્રતિમા ઈન્ડિયા ગેટ પાસે એક છતરીની નીચે સ્થાપિત કરવામાં આવી છે.

નેતાજીની આ પ્રતિમા પરંપરાગત તકનીકો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવી છે.
અરુણ યોગીરાજના નેતૃત્વમાં શિલ્પકારોની ટીમે આ પ્રતિમા તૈયાર કરી છે. આ પ્રતિમા ભારતની સૌથી મોટી, જીવંત, મોનોલિથિક પથ્થરની હાથથી બનાવેલી પ્રતિમાઓમાંની એક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.