રામોલમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ
યુવકે ૨ મહિનામાં છ વાર દુષ્કર્મ આચર્યું
રામોલ પોલીસ યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી
અમદાવાદ,અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તેવામાં શહેરના રામોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રામોલના સીટીએમ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની સામેની દુકાનમાં જ કામ કરતો એક યુવક દ્વારા એક કે બે વખત નહિ પણ છેલ્લા બે મહિનામાં છ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.
સગીરાના પિતા કામ ધંધે ગયા હતા અને બપોરના સમયે પરિવારમાં બધા સુતા હતા તે સમયે સગીરા તેના ઘરે હતી નહિ. જાેકે પરિવારજનોએ આસપાસ અને સગા સબંધીઓ પાસે તપાસ કરતા સગીરા મળી નહિ અને સગીરાના પિતાએ રામોલ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની તપાસમાં સગીરા એક યુવક સાથે મળી આવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે તેના ઘરની સામે કામ કરતો યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું છે.છેલ્લા બે મહિનામાં યુવકે તેના ઘરે આ ઉપરાંત તેના મિત્રના ઘરે સગીરાને લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું. જાેકે સમગ્ર મામલે રામોલ પોલીસ આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ સગીરા સાથે બે મહિનામાં છ વખત દુષ્કર્મ કર્યું તે ઉપરાંત અગાઉ પણ આ રીતે આ સગીરા સાથે અથવા અન્ય કોઈ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.ss3