ગુજરાતની જનતાએ ત્રીજા પક્ષને ક્યારેય સ્વીકાર્યો નથીઃભરતસિંહ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના AAP પર પ્રહાર
કોંગ્રેસની પરિવર્તન યાત્રાના ભાગરૂપે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યૂથ કોંગ્રેસના યુવાનો સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આણંદ,ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને ગુજરાતમાં ત્રીપાંખિયો જંગ ખેલાશે. જે ને લઈને રાજકીય ગતીવીધીઑએ બરાબરનું જાેર પકડયું છે. તેમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા તળિયા (ગામડે)થી માંડી શહેરો સુધી જાેર શોરથી તૈયારી આદરી દેવામાં આવી છે.
ત્યારે આણંદમાં કોંગ્રેસ રેલીમાં ભરતસિંહ સોલંકીએ નિવેદન આપી છછઁ પર આકરા પ્રહારો કર્યા હતા.
આણંદ ખાતે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બે જ મુખ્ય પક્ષો રહ્યા છે.
આ વખતે પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા જંગ ખેલાશે. જેમાં પણ આ વખતે કોંગ્રેસ સૌથી વધુ સીટો મેળવી પ્રથમ સ્થાને રહેશે તેવો ભરતસિંહે આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી.
આથી પરિણામ આવે ત્યારે AAPનું વજૂદ લોકોને ખબર પડશે.કોંગ્રેસની પરિવર્તન યાત્રાના ભાગરૂપે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યૂથ કોંગ્રેસના યુવાનો સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ભરતભાઈ સોલંકીએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
બાઈક રેલી આણંદ શહેરના મુખ્ય માર્ગો નવા બસ સ્ટેન્ડ સ્ટેશન રોડ, અમૂલ ડેરી થઈ મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ પાસે પાસે પૂર્ણ થઈ હતી.જેમાં મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ, આણંદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સંજયસિંહ સહીતના જાેડાયા હતા.SS3