સીબીઆઈએ કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ અને વચેટીયાને રપ હજારની લાચ લેતા રંગે હાથ ઝડપ્યા
(એજન્સી)અમદાવાદ, સીબીઆઈના અધિકારીઓ કસ્ટમના સુપ્રીટેન્ડન્ટ સુનીલ મેનન અને વર્ગ-૪ના કર્મચારી પ્રવીણ નાનજીભાઈ વાઘેલાની રપ હજારની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે.
સુનીલ મેનના કહેવાથી લાંચની રકમ પ્રવીણ વાઘેલાએ ફરીયાદી પાસેથી સ્વીકારી હતી. અમદાવાદ કસ્ટમ ઓફીસના ભ્રષ્ટાચારી અધિકારીની ધરપકડ કરીને સૌથી મોટાપાયે ચાલતા કૌભાંડના પર્દાફાશ થયો છે. લાંચીયા સરકારી બાબુઓ બિન્દાસ સરકારી ઓફીસમાં જ લાંચની મોટી રકમ સ્વીકારી રહયા છે. ધરપકડના ૪૮ કલાક પછી સુનીલ મેનને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
પાલડી વિસ્તારમાં કસ્ટમની ઓફીસ હતી જે ટ્રાન્સફર કરીને સ્ટેડીયમની સામે હુડકોના બિલ્ડીગમાં કસ્ટમ ઓફીસ ટ્રાન્સફર કરાઈ છે. આ કસ્ટમ ઓફીસમાં એકસપાર્ટરોને તેમના માલની ડીલીવરી કરવા માટેના કન્ટેનરનું ફેકટરીની અંદર સેલ્ફ સીલીગની પરવાનગી આપવાનું કામ કરવામાં આવે છે. ફરીયાદી પાર્ટનરશીપ ફર્મ ચલાવે છે.
તેમના એકસપોર્ટના ઓર્ડર તૈયાર થઈ ગયા હોવાથી કન્ટેનરનું ફેકટરીમાં સેલ્ફ સીલીગ કરવા માટેની પરવાનગી ડોકયુમેન્ટ સબમીટ કરીને માંગી હતી પરવાનગી આપવા માટે કસ્ટમ સુપ્રીટેન્ડન્ટ સુનીલ મેનને રપ હજારની માગણી કરી હતી. છટકુ ગોઠવ્યા મુજબ સીબીઆઈની કસ્ટમની કચેરીમાં ટ્રેપ કરી લીધા હતા.
સેલ્ફ સીલીગ માટે પ૦ હજાર સુધીની રકમ લેવાતી હતી. કસ્ટમની હુડકો બિલડીગની ઓફીસમાં રૂપિયા લેવાની ખુલ્લેઆમ દુકાન શરૂ કરી દેવાઈ હતી. સુનીલ મેનના કેરલા ખાતેના રહેણાણે પણ દરોડા પાડીને બેનામી મિલકતો વસાવી હોવાના પુરાવા ઉપરાંત બેક ખાતાઓની માહિતી સીબીઆઈ મેળવી લીધી છે.
સીબીઆઈને ઈશ્વરનું નામની વ્યકિતનું નામ પણ મળ્યું છે કે હાલ વેરીફેકીીશન ચાલુ રહયું છે. અન્ય કસ્ટમ અધિકારીઓ પણ સેલ્ફ સીલીગ માટે લાંચની મોટી રકમ લીધી હોવાના પુરાવા સીબીઆઈને મળ્યા છે.