ભાદરવી પુનમના મેળામાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

(માહિતી બ્યુરો પાલનપુર) ભાદરવી પુનમ-૨૦૨૨ના મેળા અન્વયે આરોગ્ય વિભાગ ઘ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બનાસકાંઠા તથા ઈ.એમ.ઓ.શ્રી બનાસકાંઠા અને પાટણના સુપરવીઝન હેઠળ ૨૪ સારવાર કેમ્પો તથા
૧૪ સા.આ.કે. / પ્રા.આ.કે.ખાતે ઈમરજન્સી તથા પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં અત્યાર સુધી કુલ -૮૯,૯૧૭ યાત્રાળુઓએ સારવાર લીધેલ છે. તેમજ ૧૮૭ દર્દીઓને ઈમરજન્સી સારવાર પુરી પાડવામાં આવેલ છે.
જેમાં તાવના-૨૨૯, ડાયેરીયા-૧૧૧, ઉલ્ટી ૮૯ અન્ય- ૮૯,૧૮૮ દર્દીને સારવાર પુરી પાડવામાં આવેલ છે તથા ૧૨ ગંભીર પ્રકારના દર્દીઓને કોટેજ હોસ્પીટલ તથા પાલનપુર મેડીકલ કોલેજ દ્વારા સેવાઓ આપવામાં આવેલ છે .
સમગ્ર મેળામાં પાણી જન્ય રોગચાળો અટકાવવા માટે મેળા ને જાેડતા તમામ રૂટ પર ચાર મોબાઈલ વાહન કલોરીનેશન માટે મુકવામાં આવેલ છે જેમાં પ્રાઈવેટ બોર, ટેન્કર તેમજ તમામ ગ્રામ પંચાયત દ્વારા તમામ પાણીના સ્ત્રોતનુ કલોરીનેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જેનું સીધુ મોનીટરીંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાત્રીના સમયમાં પણ કલોરીનયુકત પાણી મળી રહે તે માટે એક મોબાઈલ ટીમને મુકવામાં આવેલ છે.
અત્યાર સુધી કલોરીનેશન માટે ૭૦૦ કિ.ગ્રા. ટી.સી.એલ.પાવડરનો વપરાશ થયેલ છે. તેમજ ૩૦૦૦ કલોરીન ગોળીનુ વિતરણ કરવામાં આવેલ છે. તમામ સારવાર કેમ્પો પર યોજનાની જાણકારી માટે બેનર્સ લગાવવામાં આવેલ છે.