દુષ્કર્મ કેસમાં નડિયાદ કોર્ટે ગરમાળાના યુવકને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) માતર તાલુકાના.ગરમાળા, માં રહેતો ૨૨ વર્ષીય યુવક એ નડિયાદ તાલુકાના દેગામ પાટીયા પાસે રહેતી એક સગીર યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી ગયા બાદ તેની મરજી વિરુદ્ધ જાતીય હત્યાચાર ગુજારીયો હતો આ બનાવમાં નડિયાદ કોટે સગીરા પર જાતીય હત્યાચાર ગુજારનાર યુવક ને ૨૦ વર્ષની સખત કેદી સજા ફટકારી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ રવિકુમાર ઉર્ફે માઈકલ જગદીશભાઈ પટેલ, ઉ.વ.૨૨ રહે.ગરમાળા, પટેલ ખડકી, તા.માતર ના સંપર્કમાં નડીયાદ તાલુકા ના દેગામ પાટિયા નજીક રહેતી એક ૧૪ વરસ અને ૬ માસ ની કિશોરી આવી હતી આ કિશોરી તેના મનમાં વસી ગઈ હતી જેથી તેણીને પ્રેમ જાળમાં ફસાવી હતી
અને ગત તા.૨૨/૧૦/૨૦૧૯ ના કલાક ૬/૩૦ વાગ્યાના સુમારે મોજે દેગામ પાટીયા પાસે થી લગ્ન કરવાની લાલચ આપી જારકર્મ કરવાના ઈરાદે બજાજ પલ્સર મોટર સાયકલ નં.જી.જે.૭.બી.ઈ.૭૯૬૪ ઉપર બેસાડી ભગાડી ગયો હતો અને અલગ અલગ જગ્યાએ રાખી કિશોરી સાથે તેણીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ કર્યું હતું.
આ બનાવ અગે વસો પોલીસ માં ઈ.પી.કો.ક.૩૬૩, ૩૬૬, ૩૭૦(૨)(૧)(આઈ)(એન) તથા પોકસો એકટની કલમ ૩(એ),૪,૫(એલ) મુજબ ની ફરિયાદ નોધાઇ હતી આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધડપકડ કર્યા બાદ તપાસ કરી ચાર સીટ કોર્ટમાં રજૂ કરી હતી.
આ કેસ નડીઆદના .સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહીત ની કોર્ટમાં ચાલી જતા આજ રોજ સરકારી વકીલ ધવલ આર.બારોટ કુલ ૨૩ સાહેદોના પુરાવા અને કુલ ૨૫ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા તેમજ એવી દલીલ કરી હતી કે સમાજમાં આવા ગુના ઓછા બને તે સગીર દીકરીઓ ઉ૫૨ના બળાત્કારના કીસ્સાઓ બંધ થાય માટે આરોપીને સખત સજા થવી જાેઈએ આ તમામ બાબતો ધ્યાનમાં રાખી કોટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.