Western Times News

Gujarati News

ભગવંત માને રાષ્ટ્રપતિને પંજાબની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું

નવીદિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. મુખ્યમંત્રીએ રવિવારની?સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને તેમને મહાન ગુરુઓ, સંતો, પીરો અને પયગંબરોની ભૂમિ પંજાબની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

મુખ્યમંત્રીએ શ્રીમતી મુર્મુને કહ્યું કે, પંજાબ સંસ્કૃતિનું પારણું છે અને તેની સાથે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે, જેનો ઈતિહાસ આ પવિત્ર ભૂમિની મુલાકાત લઈને જ જાણી શકાય છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંગ માને જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિએ પંજાબીઓની ગૌરવપૂર્ણ આતિથ્ય માણવા તેમજ તેનો ભવ્યસાંસ્કૃતિક વારસો જાેવા રાજ્યની મુલાકાત લેવી જ જાેઈએ.

ભગવંત માને કહ્યું કે, પંજાબમાં તેમના આગમન પર દેશના રાષ્ટ્રપતિનું સમગ્રરાજ્યના રહેવાસીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની જર્મનીમુલાકાતથી રાજ્યમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળશે.

ભગવંત માને કહ્યું કે, બર્લિન, મ્યુનિક અને ફ્રેન્કફર્ટની તેમની મુલાકાત દરમિયાન તેઓ કન્સ્ટ્રક્શન, ટૂરિઝમ, ફાર્માસ્યુટિકલ અને અન્ય ક્ષેત્રનીઅગ્રણી કંપનીઓ સાથે મુલાકાત કરશે, જેઓ પંજાબમાં રોકાણ કરવા આતુર છે.

તેમણે કહ્યું કે, સમગ્ર પ્રયાસનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છેકે, પંજાબ દેશમાં અને સમગ્ર વિશ્વમાં રોકાણ માટે સૌથી વધુ પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવે.

રાજ્યને ઔદ્યોગિક હબ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ માટે કોઈ કસરછોડી રહી નથી. ભગવંત માને જણાવ્યું હતું કે, એક તરફ રાજ્યના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને બીજી તરફ યુવાનો માટેરોજગારના નવા રસ્તાઓ ખોલવા માટે અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, પંજાબમાં ઔદ્યોગિક વિકાસ માટે સાનુકૂળવાતાવરણ છે, જેના કારણે રોકાણકારો રાજ્યમાં આવીને અહીં પોતાનો બિઝનેસ વધારવામાં રસ દાખવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.