અથિયા શેટ્ટી એશ્વર્યા રાયથી ખુબ પ્રભાવિત
મુંબઇ, અભિનેત્રી અથિયા શેટ્ટી બોલિવુડની બ્યુટિક્વીન એશ્વર્યા રાયથી ખુબ પ્રભાવિત રહી છે. તેની પ્રેરણા સાથે જ બોલિવુડમાં પ્રવેશ કરી ગઇ છે. તે એશની જેમ એક્ટિંગ કરવા માટે શરૂઆતથી જ ઇચ્છુક હતી. જેથી નાની હતી ત્યારથી જ અરિસાની સામે ઉભા રહીને એક્ટિંગ કરતી હતી. વિતેલા વર્ષોના સુપરસ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ આજે મંગળવારના દિવસે તેના ૨૬મા જન્મદિવસથી ઉજવણી કરી હતી. અથિયા શેટ્ટી સુનિલ શેટ્ટીની પુત્રી તરીકે ખુબ લોકપ્રિયતા શરૂઆતથી જ મેળવી ચુકી છે.
અથિયાને બાળપણથી જ ફિલ્મોમાં આવવાની ઇચ્છા હતી. આના માટે તે પ્રયાસ પણ કરવા લાગી ગઇ હતી. જ્યારે તે માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે જ અરિસાની સામે ઉભા રહીને એક્ટિંગ કરવાના પ્રયાસો કરતી હતી. સ્કુલિંગ બાદ તે ન્યુયોર્કમાં એક એક્ટિંગ સ્કુલમાં જાડાઇ ગઇ હતી. આ ગાળા દરમિયાન તે ફિલ્મ નિર્માણ સાથે સંબંધિત જુદા જુદા પાસા પર અભ્યાસ કરી રહી હતી. એક્ટિંગ ઉપરાંત, એડિટિંગ, ડાયરેક્શન અને અન્ય નાની નાની બાબતોમાં અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. તેના શોખને પ્રોફેશનમાં બદલી નાંખવામાં તેના પિતા અને અભિનેતા સુનિલ શેટ્ટી, માતા માના શેટ્ટી અને ભાઇ અહાને મોટી ભૂમિકા અદા કરી હતી.
આથિયા શેટ્ટી એશથી ખુબ પ્રભાવિત રહી છે. તે હમેંશા પિતા સાથે એશની ફિલ્મો જોવા માટે પહોંચી જતી હતી. તે ફિલ્મ ઉમરાવ જાનના સેટ પર પહોંચી જતી હતી. અથિયા શેટ્ટીની કેરિયરની શરૂઆત સલમાન ખાને કરાવી હતી. તે પ્રથમ વખત વર્ષ ૨૦૧૫માં સલમાન ખાનની ફિલ્મ હિરોમાં દેખાઇ હતી. ફિલ્મ સલમાન ખાને બનાવી હતી. જેમાં આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આથિયા હવે મજબુત રીતે મેદાનમાં આવી ચુકી છે. તેનુ કહેવુ છે કે અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાને લઇને તે ચિંતિત નથી.