ગણપતિ વિસર્જનમાં સારાનો ડ્રેસ જોઈ લોકોએ ટ્રોલ કરી
મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે આયોજિત ગણપતિ ઉત્સવમાં એક્ટર રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના કલાકારોએ હાજરી આપી હતી. ત્યારે એક્ટ્રેસ સારા અલી ખાને એકદમ સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો.
ગણપતિ ઉત્સવમાં હાજરી આપવા આવેલી એક્ટ્રેસ સારા અલી ખાને પીળા રંગનો સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો જે જાેતા યૂઝર્સે કોમેન્ટ્સ કરતા લખ્યું કે, ‘આ ડ્રેસમાં તો સારા અલી ખાન કામવાળી જેવી દેખાય છે’. જ્યારે અન્ય યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘મને સારા અલી ખાનનો આ સિમ્પલ લૂક પસંદ છે’.
એક શૉમાં કરણ જાેહરે જણાવ્યું હતું કે, સારા અલી ખાન જ્યારે પહેલીવાર તેના શોની મહેમાન બની ત્યારે તેને કાર્તિક આર્યન પર ક્રશ હોવાનું અને તેને ડેટ કરવા ઈચ્છતી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તે બંનેએ પણ ડેટિંગ શરૂ કર્યું હતું.
બંને ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં પણ દેખાયા હતા. જાે કે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જ્યારે તેઓ પ્રેમમાં હતા ત્યારે ઘણીવાર તેમને આ વિશે પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમણે મૌન સાધીને રાખ્યું હતું અને તેમની વચ્ચે કંઈ ન હોવાનું કહ્યું હતું. જૂન મહિનામાં યોજાયેલા એક એવોર્ડ શો દરમિયાન કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો આમનો-સામનો થયો હતો.
વરુણ ધવન સારાને ખેંચીને લઈ આવ્યો હતો અને કાર્તિકને મળાવી હતી. બંનેએ ફોર્મલ ‘હાઈ-હલ્લો’ કર્યું હતું અને કેમેરા સામે પોઝ આપ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સારા અલી ખાન ફિલ્મ ‘ગેસલાઈટ’માં વિક્રાંત મેસી સાથે જાેવા મળવાની છે, જેનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં થયું છે. તેની પાસે આનંદ એલ. રાયની ફિલ્મ ‘નખરેવાલી’ પણ છે.
આ સિવાય તે લક્ષ્મણ ઉટેકરની અનટાઈલ્ડ ફિલ્મમાં વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરશે. બીજી તરફ, કાર્તિક આર્યન ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’ની સફળતાને એન્જાેય કરી રહ્યો છે. તે હાલ ‘શહેઝાદા’માં કામ કરી રહ્યો છે, જેમાં તેની ઓપોઝિટમાં ક્રીતિ સેનન છે. ‘લૂકા છુપી’ બાદ આ બીજી એવી ફિલ્મ છે, જેમાં બંને જાેડી જમાવશે.SS1MS