બ્રહ્માસ્ત્રએ ઓપનિંગ વીકએન્ડમાં ૨૧૨ કરોડની કમાણી કરી
મુંબઈ, રણબીર કપૂર સ્ટારર ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા’ દેશભરમાં લોકોને પસંદ આવી રહી છે. માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં આ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. ફહ્લઠ માટે ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
છેલ્લા થોડા મહિનાથી હિન્દી ફિલ્મો બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ રહી છે ત્યારે અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બોક્સઓફિસ પરનો દુકાળ દૂર કર્યો છે. બ્રહ્માસ્ત્રએ ભારતમાં ૧૦૦ કરોડની કમાણી કરી લીધી છે અને ઓવરસીઝ કલેક્શન પણ ૧૦૦ કરોડ રૂપિયાનું થયું છે.
બોક્સઓફિસ મોજાેના રિપોર્ટ પ્રમાણે, ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા’એ ઓપનિંગ વીકએન્ડમાં ૨૬.૫ મિલિયન ડોલર (૨૧૨ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. રસપ્રદ રીતે આ ફિલ્મે માત્ર યુએસમાં જ ૪.૪ કરોડ ડોલરની કમાણી કરી છે. ઓપનિંગ વીકએન્ડમાં ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા’એ ૨૧૨ કરોડ રૂપિયાની કમાણી કરતાં આ ફિલ્મ ઓપનિંગ વીકએન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી બોલિવુડ ફિલ્મ બની છે.
રણબીર કપૂરની ફિલ્મ સલમાન ખાનની ‘સુલતાન’ને પાછળ છોડી છે, જેણે ઓપનિંગ વીકએન્ડમાં ૨૦૨ કરોડ રૂપિયા કમાણી કરી હતી. દર્શકોએ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા’ને ખોબલે ખોબલે પ્રેમ વરસાવ્યો છે ત્યારે ડાયરેક્ટર અયાન મુખર્જીએ આભાર માન્યો છે.
તેણે એક નોટ શેર કરતાં લખ્યું, “પહેલા જ વીકએન્ડમાં દર્શકોના કારણે બ્રહ્માસ્ત્રએ સારી શરૂઆત કરી છે. અત્યારે માત્ર એક જ લાગણી છે એ છે કૃતજ્ઞતાની. દર્શકો માટે કૃતજ્ઞતા. અમે ફિલ્મોમાં જે કામ કરીએ છીએ તેનું માત્ર એક જ વળતર છે અને તે દર્શકો છે.
બ્રહ્માસ્ત્ર ટ્રાયોલોજી અને અસ્ત્રાવર્સનું ભવિષ્ય છેવટે તો દર્શકોના હાથમાં છે અને આ વીકએન્ડ પર અમને એ પ્રકાશ પાછો મળ્યો જેની પાછળ અમારી વર્ષોની મહેનત હતી. અમને આનંદ છે કે, છેલ્લા ત્રણ દિવસમાં અમે સિનેમામાં કમાલ કરી છે.
મને ગર્વ છે કે લોકો સાથે આવીને આપણા સિનેમા માટે નવી કહી શકાય તેવા પ્રકારની ફિલ્મ જાેઈ રહ્યા છે, અદ્ભૂત ટેક્નોલોજીનો અનુભવ કરી રહ્યા છે અને આની સાથે અમે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને પણ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
આ વીકએન્ડ પર અમે ગ્લોબલ બોક્સઓફિસ પર પણ નંબર ૧ હતા અને આ ખુશ થવાનું અને ગર્વ લેવાનું વધુ એક કારણ છે. આશા છે કે આગામી અઠવાડિયાઓમાં પણ બોક્સઓફિસ પર આ એનર્જી જળવાઈ રહેશે. સાથે જ અન્ય ફિલ્મો પણ સારું કરે અને કળાને પ્રોત્સાહન મળે તેવી પ્રાર્થના.
આ બધું જ આપણને સૌને એક કરે”, તેમ અયાને નોટના અંતે લખ્યું. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન પણ મહત્વના રોલમાં છે. શાહરૂખ ખાનનો આ ફિલ્મમાં કેમિયો જાેઈને દર્શકો ખુશ થઈ ગયા હતા. જ્યારે દીપિકા પાદુકોણની ઝલક જાેઈને પણ ફેન્સ ઉત્સાહમાં આવી ગયા હતા. દીપિકા ફિલ્મના બીજા ભાગમાં જાેવા મળશે તેવી ચર્ચા છે.SS1MS