Western Times News

Gujarati News

૫૦ વર્ષની મહિલાએ પોલીસ પર હાથ ઉપાડ્યો

અમદાવાદ, શંકા જન્માવે તેવો વ્યવહાર કરનારી ૫૦ વર્ષની મહિલાએ પોલીસ પર હાથ ઉપાડ્યો છે, તેની પૂછપરછ માટે ગયેલા પોલીસકર્મીઓ પર મહિલાએ હાથ ઉપાડ્યાની ઘટના બન્યા બાદ તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ભાનુશાળીનગરમાં આવેલા સપના એપાર્ટમેન્ટમાં રહેતી નબિના નાગ નામની મહિલા પર શંકા જતી હતી, તે દિવ્યાંગ ના હોવા છતાં ઘોડી (પગની તકલીફ હોય ત્યારે ચાલવા માટે ઉપયોગમાં લેવાતું સાધન) લઈને ચાલતી હોવાની પોલીસની શંકા હતી, મૂળ કોલકાતાની નબીતાએ તેના અપાર્ટમેન્ટમાં પણ કોઈની સાથે વાત નહોતી કરી, જેના કારણે તેની હિલચાલ પર શંકા રહેતી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પાછલા અઠવાડિયે ભૂજની પોલીસને ફરિયાદ મળી હતી કે તેમના એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાનો વ્યવહાર શંકાસ્પદ જણાય છે, ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતં કે, “આ મહિલા બીજા રાજ્યની છે અને તે સંદિગ્ધ લાગી રહી છે, આ મહિલા જે એપાર્ટમેન્ટમાં રહે છે તે ભારત-પાકિસ્તાનની સરહદની નજીકનો વિસ્તાર છે. તેની ગતિવિધિ અંગે શંકા થઈ રહી છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નબિનાના ઘરે ગઈ હતી અને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેની પાસેથી એકથી વધારે આધારકાર્ડ મળી આવ્યા હતા, જેમાં એક થલતેજ (અમદાવાદ) અને ભૂજના સરનામા પર બનેલા હતા, પરંતુ કશું ‘શંકાસ્પદ’ મળ્યું નહોતું. SOG અધિકારીએ જણાવ્યું કે, રહેવાસીઓની મુખ્ય સમસ્યા એ હતી કે આ નબિના નામની મહિલા કોઈની સાથે વાતો નહોતી કરતી.

ક્યારેક ક્યારેક તે ચાલવા માટે ઘોડીનો ઉપયોગ કરતી હતી. ૯ સપ્ટેમ્બરે SOG દ્વારા તપાસ કરવામાં આવી અને તે જે ઘરમાં રહેતી હતી તે મકાન માલિકને પણ સમન્સ પાઠવ્યું હતું. મકાન માલિકે પોલીસને જણાવ્યું તેણે કોઈ ઓળખનું પ્રમાણપત્ર આપ્યું નથી.

ભૂજ પોલીસના અધિકારીએ જણાવ્યું કે, જ્યારે SOG ટીમના મહિલા કોન્સ્ટેબલ મહિલાના ઘરની તપાસ કરવા માટે ગયા ત્યારે મહિલા તપાસમાં સાથ આપવાથી બચતી હતી. આ ટીમની સાથે રહેલા SOG પોલીસકર્મીએ જણાવ્યું કે, “મહિલાએ ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો અને મારામારી કરીને અમારી સામે ફરિયાદ કરી દેવાની ધમકી આપી હતી.

SOG પોલીસકર્મી સમિતા ગોલારિયાએ શનિવારે નબિતા નાગ સામે સરકારી કર્મચારી પર હાથ ઉપાડવાનો, તેમના કામમાં અડચણરૂપ બનવાની ફરિયાદ નોંધાવી છે.

આ પછી નબિતા નામની મહિલાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને તેને કોર્ટે જ્યુડિશિયલ ક્સ્ટડીમાં પાલારા જેલમાં મોકલી છે, કારણ કે કોઈ જામીન અરજી કરવામાં આવી નહોતી. SOG સૂત્રો જણાવે છે કે, નબિના નાગે પોલીસને જણાવ્યું કે તેના પિતા એરોનોટિકલ એન્જિનિયર હતા અને તેઓ તેના એ ૧૫ કલાકારોમાંથી એક હતા જેઓ એક ખાસ પ્રકારના હેન્ડિક્રાફ્ટમાં કુશળતા ધરાવે છે. તેણે જણાવ્યું કે તે ભૂજમાં આવેલા જુબિલી સર્કલ પાસે તેમનો હેન્ડિક્રાફ્ટનો વ્યવસાય ચલાવે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઉતાવળી તપાસમાં કોઈ ચૂક થઈ હોઈ શકે છે. કચ્છ (પશ્ચિમ) એસપી, સૌરભ સિંઘ જણાવે છે કે, “મને એક અરજી મળી હતી કે ભૂજમાં રહેતી મહિલાની શંકાસ્પદ હિલચાલ છે.

મેં તેની તપાસ માટે SOG ટીમ મોકલી હતી, પરંતુ તે મહિલાએ પોલીસની ટીમ સાથે ખરાબ વર્તન કર્યું. જ્યારે તેને SOG ઓફિસ લાવવામાં આવી ત્યારે પણ તેણે એક મહિલા કોન્સ્ટેબલ સાથે મારામારી કરી હતી. અમે તેની સામે ફરિયાદ નોંધી અને તેનના મોબાઈલ, લેપટોપ અને એક ડાયરી જપ્ત કર્યા છે, જેમમાં ઘણાં ફોન નંબરો છે. અમે આ મહિલા સામે તપાસ શરુ કરી છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.