અનિતા ભાભીને મુંબઈ જતી રોકવા માટે તિવારી કોનો સ્વાંગ રચે છે?
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભી કહે છે, “અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) વ્યવસાય તરીકે અભિનય અપનાવવાનું નક્કી કરે છે. આથી તેઓ તિવારી (રોહિતાશ ગૌર)ની ઈચ્છા વિરુદ્ધ મુંબઈ જવાની યોજના બનાવે છે.
આ પછી અનિતા ભાભીને મુંબઈ જતી રોકવા માટે તે નિર્માતાનો સ્વાંગ રચે છે અને અનિતા ભાભીને ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની ઓફર કરે છે. ટૂંક સમયમાં જ અંગૂરી (શુભાંગી અત્રે) પણ ફિલ્મનો હિસ્સો બનવા માટે મેદાનમાં કૂદી પડે છે અને તિવારીને પોતાને પણ ફિલ્મમાં લેવા માટે વિનંતી કરે છે, પરંતુ તે નકારી કાઢે છે.
અંગૂરી ઉદાસ થાય છે અને અમ્માજી (સોમા રાઠોડ)ને આ વિશે ફરિયાદ કરે છે, જે તિવારીને ઠપકો આપે છે અને તેની ફિલ્મમાં અનિતાને બદલે અંગૂરીને મુખ્ય ભૂમિકામાં લેવા આદેશ આપે છે. વિભૂતિ (આસીફ શેખ) પટકથા લખીને પોતાના લેખન પ્રત્યે લગાવમાં નવો સંચાર લાવે છે.
મુખ્ય ભૂમિકા મેળવવા માટે અનિતા અને અંગૂરી વચ્ચે કપરી સ્પર્ધા જામે છે. જો તિવારીનું જૂઠાણું બધા સામે ખૂલી જાય તો શું થશે?”