Western Times News

Gujarati News

ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક ઇનસ્ટંટ ડિજીટલ સેવીંગ્સ અને ડિપોઝિટ એકાઉન્ટ લોન્ચ કર્યા

ગ્રાહકોને વિશિષ્ટ બેંકિંગ અને ડિજીટલ સેવાઓ પ્રદાન કરવા માટે ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકે (Ujjivan Small Finance Bank) ફિકસ્ડ ડિપોઝિટ અને પ્રિવિલેજ સેવીંગ્સ એકાઉન્ટની સાથે ડિજીટલ સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. ઇનસ્ટંટ સેવીંગ્સ એકાઉન્ટ ગ્રાહકોને માત્ર બે દસ્તાવેજ- પાન કાર્ડ અને આધાર કાર્ડના માધ્યમથી મોબાઇલ ફોન્સ અથવા કમ્પ્યુટરના મદદથી તુરંત સેવીંગ્સ એકાઉન્ટ ખોલવાની અને તેને ઓપરેટ કરવાની મંજૂરી આપશે. ગ્રાહકો હવે ઉજ્જિવન બેંકની મોબાઇલ ઍપ જે અંગ્રેજી, બંગાળી, તમિળ, કન્નડ, હિંદી, પંજાબી, મરાઠી, ઉડીયા અને ગુજરાતી એમ નવ ભાષામાં ઉપલબ્ધ છે તેને ડાઉનલોડ કરી શકે છે અને પોતાનું ખાતું ખોલાવી તુરંત તેમાં લેવડદેવડના વ્યવહારો ચાલુ કરી શકે છે.

બેંકના આ નવા લોન્ચ અંગે બોલતા ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સમિત ઘોષે જણાવ્યું હતું કે અમારી આ સેવાઓના પ્રારંભ સાથે અમે ડિજિટલ બેંકીંગ ચલાવવાના એક ઉદ્દેશ્ય સાથે વિશાળ બજારમાં પ્રવેશી રહ્યા છે. ડિજિટલ સેવીંગ્સ અને ફિક્સ્ડ એકાઉન્ટ થકી અમે ગ્રાહકોને બાહરી સહાયના માધ્યમમાંથી સ્વસહાય (સેલ્ફ સર્વિસ)ના મોડમાં ઢાળવા અને સક્ષમ કરવા માંગીએ છીએ. પ્રિવિલેજ સેવિગ્સ એકાઉન્ટનો મુખ્ય હેતુ વિશાળ બજારના સેવાઓથી વંચિત રહેતા અથવા જરૂર કરતા ઓછી સેવા મેળવતા ગ્રાહકોને જીવનશૈલીના લાભ આપવાનો છે.

ગ્રાહકો આ ખાતામાં સૌથી વધુ એક લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે અને વધારાની ડિપોઝિટ ઉજ્જિવન એસએફબીની સબંધિત શાખામાં સંપૂર્ણ કેવાયસીની ખાતરી આપીને જમા કરાવી શકે છે. બચત ખાતા વિના પણ મહત્તમ એક લાખ રૂપિયા સુધીની ઇનસ્ટન્ટ એફડી ખોલાવી શકાય છે. ગ્રાહકો તેમના ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ થકી દરેક મહિને ઉજ્જિવન એસએફબીના એટીએમ પર અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનનો અને અન્ય બેંકના એટીએમ પર છ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ ઉપરાંત ઉજ્જિવન એસએફબીએ પ્રિવિલેજ બચત ખાતુ પણ શરૂ કર્યું છે,

જેમાં પ્લેટિનમ ડેબિટ કાર્ડ, ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ, ઉજ્જિવન એસએફબીની 552 બ્રાન્ચની સેવા આપવામાં આવે છે અને જેની અંદર કોઈ પણ એટીએમ પર અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ ઉપરાંત તેમાં બે લાખ રૂપિયાનું હાયર એક્સિડેન્ટલ ઇનસ્યુરન્સ કવર પણ આપવામાં આવે છે.  પ્રિવિલેજ બચત ખાતુ ખોલવા અને જાળવવા માટે ગ્રાહકે તેના ખાતામાં માસિક 30,000 રૂપિયા અને તેથી વધારેનો પગાર આવક જમા કરાવવો અથવા ખાતામાં 25,000 રૂપિયાનું માસિક સરેરાશ બેલેન્સ જાળવવું જરૂરી છે અથવા દસ લાખ રૂપિયાની ફિક્સડ ડિપોઝિટ રાખવી જરૂરી છે.

ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકે ફેબ્રુઆરી, 2017થી તેના બેંકિંગ ઓપરેશન્સની શરૂઆત કરી હતી, જેની મુખ્ય શાખા બેંગલુરુ ખાતે હતી. આજે 552 કરતા વધુ શાખા સાથે ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકે 24 રાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે. ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકે સફળતાપૂર્વક હાલમાં ઔપચારિક બેંકીંગ સિસ્ટમથી બહાર રહેલા અને સેવાઓથી વંચિત રહેતા અથવા જરૂર કરતા ઓછી સેવા મેળવતા ગ્રાહકોના વિશાળ સમુદાય માટે અગ્રણી માસ માર્કેટ બેંક બનાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.