પિતાના મિત્રએ ૧૧ વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી
અમદાવાદ, શહેરમાં એક ૧૧ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. દુષ્કર્મ ગુજારનાર આરોપી અન્ય કોઈ નહીં પરંતુ પીડિત બાળકીના પિતાનો મિત્ર જ છે. આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નરાધમ બાળકીને કોફી પીવડાવવાનું કહીને બહાર લઈ ગયો હતો.
બાદમાં બાળકી ઘરે પરત ન આવતા તેણીના માતાપિતાએ શોધખોળ આદરી હતી. બનાવની વિગત જાેઈએ તો નરોડા પોલીસે બાળકી સાથે દુષ્કર્મ ગુજારવા બદલ અરવિંદ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદ પ્રમાણે આરોપી અરવિંદ પરમાર પીડિત બાળકીના પિતાનો મિત્ર છે.
અરવિંદ અવારનવાર બાળકીને નાસ્તો કરાવવા માટે બહાર લઈ જતો હતો. એટલું જ નહીં, અરવિંદ ફરિયાદી બાળકીના ઘરે આવતો જતો રહેતો હતો. સોમવારે બાળકી પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. બાળકી જ્યારે મોડે સુધી ઘરે ન આવી તો પરિવારના સભ્યોએ શોધખોળ આદરી હતી. આ દરમિયાન બાળકી પરમાર સાથે જાેવા મળી હતી. જે બાદમાં આરોપી બાળકીને તેના ઘરે મૂકી ગયો હતો.
જાેકે, આ દરમિયાન બાળકી રડી પડી હતી અને આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું. ફરિયાદ પ્રમાણે આરોપી અરવિંદ દર સાંજે પીડિત બાળકીના ઘરે આવતો હતો અને નાસ્તો અપાવવાના બહાને તેણીને બહાર લઈ જતો હતો. સોમવારે તેણે બાળકીને કોફી પીવડાવવાની લાલચ આપી હતી.
જાેકે, બંને મોડે સુધી પર ન ફરતા પરિવારે અરવિંદને ફોન કર્યો હતો. આ દરમિયાન આરોપીએ કોઈ બહાનું કાઢ્યું હતું. ફોન કર્યાંના ૨૦ મિનિટ થવા છતાં બંને ઘરે પરત ન આવતા પરિવારે શોધખોળ આદરી હતી અને બંને મળી આવ્યા હતા.
બીજી તરફ પરિવારે દીકરીની પૂછપરછ કરતા તેની સાથે નરાધમે દુષ્કર્મ આચર્યાંનો ખુલાસો થયો હતો. અમદાવાદ શહેરમાં બનેલા ક્રાઇમના બીજા એક બનાવમાં એક મહિલાએ સાઇબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
નારણપુરાની મહિલાએ ફરિયાદ આપી છે કે તેણીના મોબાઇલ નંબર પર વિદેશના અજાણ્યા નંબર પરથી સતત બીભત્સ વીડિયો આવી રહ્યા છે. મહિલાના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે મહિનાથી તેણી આ સમસ્યાનો સામનો કરી રહી છે. આ અંગેનો પ્રથમ વીડિયો મળ્યા બાદ મહિલાએ મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. ફરિયાદ પ્રમાણે મહિલાને ૬ જૂનના રોજ પ્રથમ વીડિયો મળ્યો હતો.
મહિલાની ફરિયાદ પ્રમાણે બીભત્સ વીડિયો મોકલનાર તેણીને વોઇસ મેસેજ પણ મોકલી રહ્યો છે જેમાં તે તેણીને કાલુપુરની એક હોટલમાં મળવા માટે બોલાવી રહ્યો છે. આ ઉપરાંત આરોપી તેણીને મોર્ફ કરેલી તસવીરો પણ મોકલી રહ્યો છે. મહિલાનો પતિ એક ખાનગી સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેનિસ કોચ તરીકે નોકરી કરી રહ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.SS1MS