નવા તારક મહેતા શોમાં એન્ટ્રી લેતા પહેલા દબાણ અનુભવી રહ્યા હતા

મુંબઈ, ઈન્ડિયન ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આખરે તારક મહેતા તરીકે શૈલેષ લોઢાને રિપ્લેસ કરતાં સચિન શ્રોફની એન્ટ્રી થઈ ગઈ છે. સચિન શ્રોફ પોતાના નવા રોલ માટે ઉત્સાહિત અને થોડો નર્વસ પણ છે.
મેકર્સે હાલમાં જ શોના સેટ પરથી સચિન શ્રોફનો તારક મહેતા તરીકેનો લૂક દેખાડ્યો હતો. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે એક્ટરે શો તેમજ તેના શૂટિંગ માટેના અનુભવ વિશે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તારક મહેતાના પોપ્યુલર પાત્રમાં ફિટ થવા માટેના હું પૂરતા પ્રયાસ કરીશ. જે રીતે પાણીમાં સાકર ભળી જાય છે સ્વાદ અનુસાર બસ તે જ રીતે હું મારા પાત્રને ન્યાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
હું માત્ર દરેકને અમારા શો તેમનો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહેવાની વિનંતી કરું છું’, તેમ તેણે કહ્યું હતું. શૈલેષ લોઢાએ ૧૪ વર્ષ સુધી પાત્ર ભજવ્યું હોવાથી શું તું કોઈ પ્રકારના દબાણ હેઠળ છે? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘હું એટલું જ કહીશ કે માત્ર આ જ પાત્ર નહીં પરંતુ હું જ્યારે પણ કોઈ કામ કરું છું ત્યારે તેના માટે નર્વસ અને બેચેન રહું છું. દરેક એક્ટર પર સારું કરવાનું દબાણ હોય છે.
મને અમારા શોના પ્રોડ્યૂસર આસિત મોદી તરફથી ઘણા ઈનપુટ મળી રહ્યા છે. અમારા ડિરેક્ટર્સ માલવ અને હર્ષદ, સુનૈના ફોજદાર (અંજલીભાભી) પણ મને ઘણા અદ્દભુત ઈનપુટ આપી રહ્યા છે. અહીંયા દરેક લોકો એટલા સારા છે કે હું કોઈ પ્રેશરમાં ન આવું તે માટે પણ તેઓ શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.
પ્રેશર અનુભવી રહ્યો હોવાનું જ્યારે મેં સુનૈનાને કહ્યું ત્યારે તેણે મને શાંત પાડ્યો હતો અને ચિંતા ન કરવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું ‘ચિંતા ન કર. આપણે આપણું શ્રેષ્ઠ આપીશું અને ખૂબ એનર્જી રાખીશું. શું તું નર્વસ છે તેમ પૂછતાં, એક્ટરે કહ્યું હતું ‘જ્યારે પણ આપણે કંઈક નવું શરૂ કરીએ છીએ ત્યારે આપણને ડર લાગે છે અને તે ઠીક છે. કારણ કે, જાે તે ન હોય તો આપણે ૧૦૦ ટકા આપી શકીએ નહીં.
પરંતુ જ્યારે આપણે નર્વસ હોઈએ ત્યારે હંમેશા શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીએ છીએ. મારા ડિરેક્ટર્સ અને આસિત મોદી મને માર્ગદર્શન આપી રહ્યા છે અને હું પાત્રમાં ઢળવા અને ફિટ થવા માટે પા પા પગલી ભરી રહ્યો છું’.SS1MS