વરેનીયમ ક્લાઉડનો NSE ઈમર્જ પ્લેટફોર્મ પર 36.60 કરોડનો IPO ખુલશે
કંપની શેરદીઠ રૂ. 122ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુવાળા 30 લાખ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરશે, એનએસઈના એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની યોજના
· ઈશ્યૂ દ્વારા પ્રાપ્ત ફંડનો ઉપયોગ કન્ટેનરાઈઝ્ડ એજ ડેટા સેન્ટર્સ ઊભા કરવા, ત્રણ એડમિશન ફ્લેગશિપ ડિજિટલ લર્નિંગ સેન્ટર્સ શરૂ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે
· શ્રી ચંદ્રકાંત ગોગરીના પત્ની અને આરતી ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટરો પૈકીના એક શ્રીમતી જયા ચંદ્રકાંત ગોગરી પ્રોસ્પેક્ટસ ફાઈલિંગની તારીખે કંપનીમાં 2.84 ટકા હિસ્સો ધરાવે છે
મુંબઈ, ડિજિટલ ઓડિયો, વીડિયો અને ફાયનાન્શિયલ બ્લોકચેઈન (પેએફએસી માટે) આધારિત સ્ટ્રીમિંગ સર્વિસીઝ સાથે સંકળાયેલી સર્વિસીઝ પૂરી પાડતી ટેક્નોલોજી કંપની વરેનીયમ ક્લાઉડ લિમિટેડનો રૂ. 36.6 કરોડનો પબ્લિક ઈશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 16મી સપ્ટેમ્બરે ખૂલી રહ્યો છે.
કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરવા માટે મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઈશ્યૂ દ્વારા મેળવાયેલા ફંડનો ઉપયોગ કન્ટેનરાઈઝ્ડ એજ ડેટા સેન્ટર્સ ઊભા કરવા, ત્રણ એડમિશન ફ્લેગશિપ ડિજિટલ લર્નિંગ સેન્ટર્સ શરૂ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિતની કંપનીની વિસ્તરણ યોજનાઓના ભંડોળ માટે થશે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ આ ઈશ્યૂના લીડ મેનેજર છે. ઈશ્યૂ 20 સપ્ટેમ્બરે બંધ થશે.
આઈપીઓમાં શેરદીઠ રૂ. 122ના ભાવે (ઈક્વિટી શેર દીઠ રૂ. 112ના પ્રિમિયમ સહિત) રૂ. 10ની ફેસ વેલ્યુવાળા નવા 30 લાખ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરાશે જેનું મૂલ્ય રૂ. 36.60 કરોડ જેટલું છે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ 1,000 શેર્સ છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.22 લાખ છે. આઈપીઓ માટે રિટેલ ફાળવણી 50 ટકા છે. માર્કેટ મેકર માટે ઈશ્યૂ સાઈઝના 16.2 ટકા એટલે કે 4.86 લાખ ઈક્વિટી શેર્સ અનામત રાખવામાં આવ્યા છે.
શ્રી ચંદ્રકાંત ગોગરીના પત્ની અને આરતી ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટરો પૈકીના એક શ્રીમતી જયા ચંદ્રકાંત ગોગરી પ્રોસ્પેક્ટસ ફાઈલિંગની તારીખે કંપનીમાં 2.84 ટકા હિસ્સો ધરાવે છે. આઈપીઓ પૂર્વેના પ્લેસમેન્ટમાં શ્રીમતી જયા ચંદ્રકાંત ગોગરીએ શેરદીઠ રૂ. 99ના ભાવે બે લાખ શેર્સ ખરીદ્યા છે.
વરેનીયમ ક્લાઉડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હર્ષવર્ધન સાબલેએ જણાવ્યું હતું કે, “અમે ઝડપથી વિકસતી ભારતીય ટેક્નોલોજી કંપની છીએ જે ડિજિટલ ઓડિયો, વીડિયો અને ફાયનાન્શિયલ બ્લોકચેઈન (પેએફએસી માટે) આધારિત સ્ટ્રીમિંગ સર્વિસીઝ સાથે સંકળાયેલી સર્વિસીઝ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વરેનીયમ ક્લાઉડ નાના સમુદાયોમાં હાલની મર્યાદાઓને ઓળખે છે અને તેને ઉકેલવા માટે ડિજિટલ ઉપાયો શોધે છે. અમારો ઉદ્દેશ્ય સમાન તકોનું સર્જન કરતા નવા જમાનાના ડિજિટલ ટૂલ્સ રજૂ કરીને તકનીકી અંતરને ઘટાડવાનો છે. ટેક્નોલોજી દ્વારા શક્યતાઓ ઊભી કરવા અને ઉકેલો શોધવાનું તથા બિન-શહેરી શહેરો માટે ડિજિટલ અવરોધોને તોડવાનું કંપનીનું વિઝન છે. અમને વિશ્વાસ છે કે સૂચિત પબ્લિક ઈશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચના એ રીતે અમલમાં મૂકી શકીશું કે જે તમામ હિતધારકો માટે મહત્તમ મૂલ્યનું નિર્માણ થાય.”
નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ રૂ. 35.35 કરોડની કુલ આવકો, રૂ. 12.04 કરોડની એબિટા તથા રૂ. 8.40 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. માર્ચ, 2022 સુધીમાં કંપનીની કુલ નેટવર્થ રૂ. 15.12 કરોડ તથા બુક વેલ્યુ શેરદીઠ રૂ. 23.81 રહી હતી. કંપનીના શેર્સ એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. નાણાંકીય વર્ષ 2022 માટે સ્થાનિક વેચાણો રૂ. 4.58 કરોડ તથા નિકાસ વેચાણો રૂ. 30.77 કરોડ રહ્યા હતા. વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઈપી)નું નાણાંકીય વર્ષ 2022માં કુલ વેચાણમાં રૂ. 30.77 કરોડનું યોગદાન રહ્યું હતું.
વર્ષ 2017માં સ્થપાયેલી વરેનીયમ ક્લાઉડ લિમિટેડ ડિજિટલ ઓડિયો, વીડિયો અને ફાયનાન્શિયલ બ્લોકચેઈન (પેએફએસી માટે) આધારિત સ્ટ્રીમિંગ સર્વિસીઝ સાથે સંકળાયેલી સર્વિસીઝ પૂરી પાડતી ટેક્નોલોજી કંપની છે. કંપની નીચે મુજબના વર્ટિકલ્સમાં કામ કરે છેઃ
બીટુબી અને બીટુસી સેગમેન્ટમાં વૉઇસ એન્ડ વીડિયો ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ સોલ્યુશન્સ (VoIP) જેવા SaaS (સોફ્ટવેર એઝ એ સર્વિસ) મોડેલ પર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કન્ટેન્ટ ઓનર્સ અને ટેલિકોમ ઓપરેટરોને ડિજિટલ ઑડિઓ અને વીડિયો કન્ટેન્ટ સ્ટ્રીમિંગ સેવાઓ પૂરી પાડવી
ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટેશન સર્વિસીઝ (પેએફએસી) એડમિશન બ્રાન્ડ હેઠળ નોન-અર્બન વિસ્તારો પર ધ્યાન આપતાં કમ્પ્લીટ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (એલએમએસ) સાથે લો બેન્ડવિથ ડિજિટલ એજ્યુકેશન કન્ટેન્ટ પ્લેટફોર્મ (એડટેક) પૂરા પાડવા સ્ટાર્ટઅપ્સ અને એસએમઈને તેમના વ્યવસાયને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવામાં અને IaaS (ઈન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ) મોડલ પર સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરવામાં મદદ કરવા માટે ઈન્ફર્મેશન ટેકનોલોજી-સંબંધિત સેવાઓ પૂરી પાડવા કંપનીના ગ્રાહકો બિઝનેસ ઓનર્સ, ટેલિકોમ પ્રોવાઈડર્સ, શિક્ષણ સંસ્થાઓથી માંડીને કેટલાક કિસ્સાઓમાં છેવાડાના વપરાશકારો સુધીના છે.
અમારા ફી-જીટલ શૈક્ષણિક પ્લેટફોર્મ ‘એડમિશન’ માટેના ગ્રાહકોમાં શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી અને સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે. JumpTalk ગ્રાહકોમાં મોબાઇલ સેવાઓના પુનર્વિક્રેતા તેમજ ભારતમાં આંતરરાષ્ટ્રીય કૉલિંગ સુવિધાઓનો લાભ લેવા ઇચ્છતા ગ્રાહકોનો સમાવેશ થાય છે. છેલ્લે, સેવા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમારી ઓફર, એક સેવા તરીકે ચુકવણી સુવિધા સેવાઓ અને ઇ-કોમર્સ, તમામ B2B (વ્યવસાયથી વ્યવસાય) પ્રકારની છે અને તેમાં નાનાથી મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે જેઓ તેમના ગ્રાહકોને પોતાની સેવાઓ પહોંચાડવા માટે અમારી સેવાઓનો લાભ લેવા માંગે છે.