સોશિયલ મીડિયા પર લોકોએ તોષુ પર ધિક્કાર વરસાવ્યો
મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલોમાંથી એક અનુપમા ટીઆરપીની રેસમાં મોટાભાગે આગળ હોય છે. અત્યારે અનુપમા સીરિયલમાં મોટો વળાંક આવ્યો છે. વનરાજ અને અનુજના અકસ્માત પછી કિંજલ-તોષુની દીકરીના જન્મને કારણે પરિવારમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો, પરંતુ હવે ટ્રેક ફરી એકવાર ડ્રામા તરફ વળી રહ્યો છે. અનુપમાને મોટા દીકરા પારિતોષના અફેર વિશે ખબર પડી જાય છે.
પારિતોષને સીરિયલમાં તમામ લોકો તોષુ કહીને બોલાવે છે. તમને જણાવી દઈએ કે, પારિતોષનું પાત્ર આશિષ મલ્હોત્રા ભજવે છે અને અનુપમાનું પાત્ર રુપાલી ગાંગુલી ભજવી રહી છે.
કિંજલની(નિધિ શાહ) માતા રાખી દવે(તસનીમ શેખ) જમાઈના અફેર વિશે જાણતી હતી, પરંતુ અનુપમાને વાતની જાણ ત્યારે થાય છે જ્યારે તે તોષુના ફોનમાં એક વોઈસ નોટ સાંભળે છે.
કિંજલ-તોષુની દીકરીના નામકરણ દરમિયાન જ્યારે આખો પરિવાર ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે અનુપમાના હાથમાં તોષુનો ફોન આવે છે, જેમાં એક મહિલાનો મેસેજ તે સાંભળે છે.અનુપમા હાથ પકડીને તોષુને રુમમાં લઈ જાય છે અને તેના પર ગુસ્સો કરે છે.
પરંતુ તોષુ અનુપમાને કહે છે કે, હું એક પુરુષ છું અને મારી અમુક જરૂરિયાત હોય છે. પણ હવે દીકરીનો જન્મ થયો છે તો હું મારા પરિવાર પર ધ્યાન આપીશ. તમે પણ પોતાના દીકરા અને પૌત્રીને કારણે આ વાત છુપાવો. તોષુ દ્વારા આ સંવાદ દરમિયાન જે અમુક વાતો કહેવામાં આવી તે ચોક્કસપણે ધૃણાસ્પદ છે.
તોષુ અનુપમાને કહે છે કે, કિંજલ આ પ્રકારની હરકત કરશે તો હું ગુસ્સે થઈશ, હું કદાચ મારો પોતાનો જીવ લઈ લઈશ. મારાથી તે વાત સહન નહીં થાય.
પરંતુ હું પુરુષ છુ, અને તે સ્ત્રી છે, માટે અમારી સ્થિતિ અલગ અલગ છે. તોષુનું પાત્ર શરુઆતથી જ ગ્રે દર્શાવવામાં આવ્યું છે. તે આ પહેલા પણ ઘણીવાર અનુપમા સાથે અલગ અલગ મુદ્દે લડાઈ કરી ચૂક્યો છે. લેટેસ્ટ એપિસોડમાં જે સંવાદ દર્શાવવામાં આવ્યો તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. લોકો આશિષના અભિનયના વખાણ પણ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું છે કે, તોષુનું સાયકોટિક વર્તન અને અનુપમાના ચહેરા પર આઘાત અને ધૃણા, બન્ને કલાકારોએ ખૂબ સારું કામ કર્યું છે. આ સીન પછી મને ઈચ્છા થઈ કે તોષુને ટ્રકથી કચડી નાખુ. તે માતૃત્વના નામે અનુપમાને જે વાતોમાં ઉતારી રહ્યો હતો તે સીન ખરેખર અદ્દભુત છે.
અન્ય એક યુઝરે લખ્યું કે, તોષુ તો વનરાજનો પણ બાપ નીકળ્યો. વનરાજને શરમ આવતી હતી, પણ આ તો ઉપરથી બ્લેકમેઈલ કરી રહ્યો છે. અને રાખીને શું થયું છે, મને હતું કે તોષુની હાલત ખરાબ કરી નાખશે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ શૉનું નામ અનુપમાથી બદલીને ચીટર હસબન્ડ રાખી દેવુ જાેઈએ. આ સીરિયલમાં ડિવોર્સ થતા હોય છે અથવા તો ચીટિંગની સ્ટોરી ચાલતી હોય છે.SS1MS