બંધારણના ૧૦૩ માં સુધારા સંશોધન દ્વારા આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપતા રોકીને ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ દૂર કરવા સુપ્રીમકોર્ટ દિશા નિર્દેશ કરશે?!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે અને ઇન્સાન તસ્વીર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યુ.યુ.લિત, જસ્ટીસ શ્રી દિનેશ મહેશ્વરી, જસ્ટિસ રવિન્દ્ર એસ. ભાટ, જસ્ટિસ શ્રીમતી બેલાબેન ત્રિવેદી અને જસ્ટીસ શ્રી જે.બી.પારડીવાલાની છે જેઓ ગરીબ સવર્ણોને આર્થિક અનામત આપવા માટે દાખલ કરાયેલા ૧૦૩ માં સંશોધન વિરુદ્ધ થયેલી અરજી ની સુનાવણી કરી રહ્યા છે
જેમાં અરજી કરનાર તરફથી વકીલની મુખ્ય દલીલ એ છે કે અનામતને કારણે દલિત અને પછાત વર્ગને એવો વિશ્વાસ મળ્યો છે કે તેમને વસ્તી મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ મળશે! કેન્દ્ર સરકારે ૧૦૩ મો સુધારો કરી દેશના પ્રગતિશીલ વર્ગને અનામત અપાય છે જેના પર દલિત વર્ગનો હક છે!
આ કેસમાં ત્યાં સુધી દલીલ કરાઈ છે કે અનામત એ ઐતિહાસિક અન્યાયો નો પ્રતિકાર કરવા માટે વર્ગ આધારિત છે આ દલીલો અંગે સુપ્રીમકોર્ટના પાંચ ન્યાયાધીશ શું તારણ કાઢે છે તે જાેવાનું રહે છે આઝાદીના ૭૫ વર્ષ પછી દલિત સમાજ કે અનુસૂચિત જનજાતિ સમાજમાં જેમણે આર્થિક રીતે પ્રગતિ હાંસલ કરી છે અને તેઓ સામાજિક પછાત વર્ગ સમૃદ્ધ વર્ગમાં તબદીલ થયા છે
તેઓ ગરીબ અને ભૂખે મરતા તેમજ આર્થિક રીતે પછાત એવા સવર્ણોને ભારતમાં જીવવા નો અધિકાર થયો કે નહીં?! ટૂંકમાં આ ચુનાવણી દરમિયાન યુ.યુ. લલિતે આ સવાલ કર્યો છે એક વિશેષ વર્ગને પ્રતિનિધિત્વમાંથી કેવી રીતે બહાર રાખી શકાય?! જાે સુપ્રીમ કોર્ટ દેશના સમૃદ્ધ અને ગરીબ વચ્ચેની ખાઈદુરસ્ત કરવા કોઈ ર્નિણય નહીં કરે તો લાંબા ગળે ચિંતાજનક ઘટના બનવાની શક્યતા નકારી શકાય નહીં!! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
‘માનવી તેના કૃત્યથી મહાન હોય છે, નહીં કે જન્મથી’! – ચાણક્ય
અમેરિકાના પ્રમુખ થોયોડોર રુઝવેલ્ટે કહ્યું છે કે “ઇતિહાસમાં આજ સુધી એવો માણસ પાક્યો નથી જેને આસાનીથી જીવન પસાર કરી નાખ્યું હોય અને જગતના પથ પર અમર થઈ ગયો હોય”!! જ્યારે ચાણક્યે કહ્યું છે કે “માનવી તેના કૃત્યો થી મહાન હોય છે નહીં કે જન્મથી”!!
બંધારણની કલમ ૧૬ ૪ અનુસાર મુજબ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ માટે કરવાની જાેગવાઈ બંધારણ મા છે પરંતુ બંધારણની કલમ ૧૬ ૪ બઢતીઓમાં અનામતની કોઈ છૂટ આપતો નથી પરંતુ કેન્દ્ર સરકારે ગરીબ સવર્ણોને આર્થિક અનામત આપવા માટે બંધારણમાં કરવામાં આવેલ ૧૦૩ માં સંશોધન બાબતે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ છે!
અને તેમાં એવી રજૂઆત કરાય છે કે અને તેમાં ૧૦૩ નો સુધારો એ બંધારણના મૂળ આત્મામાં છરો ભોકવા સમાન છે અને ૧૦૩ ના સુધારા દ્વારા જે આર્થિક રીતે નબળા સવર્ણને અનામત આપવાની રજૂઆત છે તેને દલિતોના અનામત છીનવા બરાબર છે જેની ચુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે!
બંધારણ સભાએ ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ રોજ ડો. ભીમરાવ આંબેડકરને ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા અને સામાજિક રીતે પછાતને માટે અનામતની જાેગવાઈ કરાઈ હતી જેને આજે ૭૫ વર્ષ થયા?!
ભારતના બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો આપનાર ડો. ભીમરાવ આંબેડકર અનુસૂચિત જનજાતિઓ અને અનુસૂચિત જાતિઓ માટે તેમના સામાજિક ઉદ્ધાર માટે અને સમાજના મુખ્ય ધારામાં તેઓ પ્રગતિ કરી શકે એ માટે અનામત પ્રથાની જાેગવાઈ અમલમાં આવી છે આજે આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છતાં અનામતની જાેગવાઈ ચાલુ છે!
ડો. ભીમરાવ આંબેડકરના સમયે જે ર્નિણય થયો એ સમયની ઐતિહાસિક જરૂરિયાત હતી અને તે પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન જાેવા મળ્યું છે એવું મનાય છે