ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું કામ ગોકળગાયની ગતીએ
એપ્રિલ ર૦ર૦માં બ્રીજની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા હતી
વડોદરા, રાજય સરકાર વિશ્વાસથી વિકાસ યાત્રા ઉજવી રહી છે. ત્યારે વડોદરા પાલિકાનો વિકાસ રૂંધાયો છે. કારણ કે વડોદરામાં રાજયનો સૌથી લાંબો ફલાય ઓવરબ્રિજ છેલ્લા પ વર્ષથી બની રહ્યો છે, જેનું કામ આજે પણ અધુરું છે જેને લઈ હવે ભાજપના ધારાસભ્ય જ અવાજ ઉઠાવી રહ્યા છે.
વડોદરા કોર્પોરેશને વર્ષ ર૦૧૭ના જૂન માસમાં રણજીત બિલ્ડકોન કંપનીને રાજયના સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સોંપી હતી. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ૩.પ કિ.મી.નો રરર કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે. જેના તમામ નાણાં રાજય સરકારે આપવાની જાહેરાત કરી હતી. construction of the longest flyover in Vadodara from Genda circle towards Manisha Chowkdi.
એપ્રિલ ર૦ર૦માં બ્રીજની કામગીરી પુરી કરવાની સમયમર્યાદા હતી પણ આજે વર્ષ ર૦રર પણ પુરું થવા આવ્યું છતાં બ્રિજની કામગીરી અધુરી છે જેને લઈ ભાજપના ધારાસભ્યો જ હવે અવાજ ઉઠાવી રહ્યા છે.
ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ બ્રીજની કામગીરી ખૂબ ધીમીગતિએ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આજે ધારાસભ્ય સીમાબેન મોહીલે પણ બ્રીજની કામગીરીમાં ખૂબ મોડુ થયું હોવાની વાત કરી તેમજ રાજય સરકાર પર સમયસર નાણાં ન આપ્યાનો આક્ષેપ પણ કર્યો.
તો મેયર કેયુર રોકડિયાએ પણ રાજય સરકારે બ્રિજ માટે સમયસર નાણાં ન આપતા કામગીરીમાં મોડું થયું હોવાની વાત કરી હતી. તેમજ આગામી અઢી મહિનામાં બ્રીજ બનીને તૈયાર હશે તેવો પણ દાવો કર્યો છે. રાજયના સૌથી લાંબા ઓવરબ્રિજ માટે રાજય સરકારે તમામ રરર કરોડ આપવાની જાહેરાત તો કરી પણ નાણાં ન આપ્યા,
જેથી કોર્પોરેશનને પોતાની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ૪૬ કરોડ રૂપિયા બ્રિજ પાછળ ફાળવ્યા. તેમજ કોન્ટ્રાકટરને અત્યાર સુધી ૧૬૪ કરોડ રૂપિયાની જ ચૂકવણી થઈ છે. તાજેતરમાં રાજય સરકારે બ્રિજ માટે ૧૦૦ કરોડ ફાળવ્યા હતા. છતાં કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે.
પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો છે કે ૬ મહિના સુધી બ્રિજ બને તેવા કોઈ અણસાર દેખાતા નથી તેમજ પાલિકાએ જે પ૪ કરોડ પોતાની તિજાેરીમાંથી બ્રિજ પાછળ ખચ્ર્યા તે સરકારમાંથી પાછા લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને સુરતમાં પ વર્ષમાં કેટલાય બ્રિજ બનીને તૈયાર થઈ ગયા જેનો લોકો ઉપયોગ પણકરવા લાગ્યા છે,
પણ વડોદરા પાલિકાના અણઘડ વહીવટ અને બ્રીજની ડિઝાઈનમાં ખામીના કારણે રાજયનો સૌથી લાંબો ઓવરબ્રિજ હજી સુધી બનવાની રાહ જઈો રહ્યો છે ત્યારે શું વિધાનસભા ચૂંટણી પહેલાં બ્રિજ બનશે કે હજી લોકોને રાહ જાેવી પડશે તે આગામી સમયમાં ખબર પડશે.