નિધિ ઉત્તમ &ટીવી પર “દૂસરી મા”માં માલાની ભૂમિકા ભજવશે
એન્ડટીવી નેહા જોશી અને આયુધ ભાનુશીળા અભિનિત ફેમિલી ડ્રામા દૂસરી માનું પ્રસારણ કરવા માટે સુસજ્જ છે. આ શો ઉત્તર પ્રદેશમાં પતિ, બે પુત્રી અને સાસરિયાં સાથે રહેતી યશોદા (નેહા જોશી) આસપાસ વીંટળાયેલી વાર્તાછે. તે અને તેનો પતિ કૃષ્ણા નામે બાળકને દત્તક લે છે.
યોગાનુયોગ આ બાળક (આયુધ ભાનુશાલી) યશોદાના જ પતિના અગાઉના સંબંધમાંથી જન્મેલું હોય છે. શોમાં કૃષ્ણાની જૈવિક માતાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે નિર્માણકારોએ હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી નિધિ ઉત્તમને માલાની ભૂમિકામાં લીધી છે.
આ પાત્ર વિશે બોલતાં એન્ડટીવી પર દૂસરી મામાં માલાની ભૂમિકા ભજવનારી નિધિ ઉત્તમ કહે છે, “કૃષ્ણાની માતા માલા એકલી, અપરિણીત મહિલા છે. દસ વર્ષ પૂર્વે તે જેને બેહદ પ્રેમ કરતી હતી તે અશોકને છોડી દીધો હતો. તે સમયે તેનું બાળક તેના પેટમાં ઊછરતું હતું. અશોકના પિતા તેમનાં લગ્ન માટે તૈયાર નહોતાં.
આથી તે ગર્ભાવસ્થા વિશે ગેરસમજૂતી ટાળવા કોઈને કહ્યા વિના ઘર છોડી જાય છે. જોકે તેની તબિયત બગડે ત્યારે તે અશોક રહેતો હોય તે જ શહેરમાં પાછી આવી જાય છે. માલાની એકમાત્ર ઈચ્છા તેના મૃત્યુ પછી તેના પુત્રને ભોગવવું નહીં પડવું જોઈએ એ છે. વાર્તા તે પછી પ્રેમ અને સંભાળ માટે કૃષ્ણા અને યશોદાના સંઘર્ષ પર કેન્દ્રિત છે.”
ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી નિધિ ઉમેરે છે, “શો ઉત્તર પ્રદેશમાં મારા ઘરના રાજ્યમાં સ્થાપિત હોવાથી સંસ્કૃતિ અને બોલીભાષાની દ્રષ્ટિએ હું પાત્રમાં આસાનીથી ઓળખી શકાઉં છું. દૂસરી માની વાર્તા અજોડ છે. તે માતા અને પુત્રના સંબંધ વિશે હોવા છતાં આ અસાધારણ જોડાણ છે.
મને આશા છે કે દર્શકોને આ વાર્તા રોચક અને જોડનારી લાગશે. વાર્તા સંપૂર્ણ મારા પાત્ર આસપાસ વીણાયેલી છે અને ઘણા બધા ફ્લેશબેક્સ છે. માલાનું પાત્ર અત્યંત મજબૂત છે. તે પોતાના પ્રેમને પરણ્યા વિના કૃષ્ણાની માતા અને પિતાની પણ ભૂમિકા ભજવે છે. જોકે તેના કસમયે મૃત્યુથી યશોદા અને કૃષ્ણાના જીવનમાં ઊથલપાથલ મચી જાયછે. માલાની ભૂમિકા ભજવવા હું બહુ રોમાંચિત છું અને આશા છે કે દર્શકો પાસેથી હકારાત્મક પ્રતિસાદ મળશે. “