વલસાડમાં બે વિદ્યાર્થીઓએ બેફામ ઝડપે મોપેડ દોડાવ્યાં
વલસાડ, શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાઈક કે મોપેડ જેવા વાહનો આપી સ્કૂલે મોકલતા વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લાના દાંડીમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં શાળા છૂટ્યા બાદ પૂર ઝડપે વાહન હંકારતા બે વિદ્યાર્થીઓના મોપેડ સામસામે ટકરાયા હતા.
જેને કારણે બંને મોપેડ પર સવાર ચારમાંથી એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. આ ઘટનામાં તમામ વિદ્યાર્થીઓને ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કે થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓના મોપેડ વચ્ચે થયેલી ટક્કરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના દાંડીમાં આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ છૂટ્યા બાદ સ્કૂલની નજીકથી પસાર થતા જાહેર રસ્તા પર વિદ્યાર્થીઓ પૂર ઝડપે વાહનો હંકારી રહ્યા હતા. આ શાળામાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રૂઆબ જમાવવા રસ્તા પર પૂર ઝડપે ફિલ્મી ઢબે વાહન દોડાવી રહ્યા હતા.
એવા વખતે જ બે વિદ્યાર્થીઓના મોપેડ સામસામે ધડાકા સાથે અથડાયા હતા. બે મોપેડ વચ્ચે થયેલી જાેરદાર ટક્કરને કારણે મોપેડ પર સવાર ચારમાંથી એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોપેડ કે બાઈક આપી અને સ્કૂલ મોકલતા વાલીઓ માટે આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. સ્કૂલની બહાર જાહેર રસ્તા પર બે વિદ્યાર્થીઓના મોપેડની થયેલી જાેરદાર ટક્કરના લાઇવ દ્રશ્યો રોડની સાઈડમાં લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.SS1MS