અજયની ફિલ્મ થેંક ગોડના બોયકોટની ફરી ઉઠી માગ
મુંબઈ, અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ થેંક ગોડ ૨૫ ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ઈન્દ્ર કુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર જે દિવસે રિલીઝ થયું એ જ દિવસથી ટિ્વટર પર #Boycott_ThankGodMovie હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સનો આરોપ છે કે ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવામાં આવ્યું છે.
ટિ્વટરની જનતા સવાલ પૂછી રહી છે કે, ક્યાં સુધી બોલિવુડ ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવશે અને લોકોની ધાર્મિક લાગણીઓને દુભાવવામાં આવશે? શું તમે જાણો છે કે ચિત્રગુપ્તને સૃષ્ટિના પ્રથમ લેખપાલ કહેવામાં આવે છે.
તેઓ પરમપિતા બ્રહ્માના ૧૭મા પુત્ર છે. તેમને કાયસ્થ કુળના ઈષ્ટ દેવતા પણ માનવામાં આવે છે. અહીં ચિત્રગુપ્ત વિશે તેમજ સોશિયલ મીડિયા પર લોકો ‘થેંક ગોડ’ વિશે શું કહી રહ્યા છે તે અંગે જણાવીશું. સૌથી પહેલા ફિલ્મના ટ્રેલર વિશે વાત કરીએ જેને લઈને હોબાળો ચાલી રહ્યો છે.
૩ મિનિટ ૬ સેકંડના વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રાનું કાર એક્સિડન્ટમાં મોત થાય છે અને જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે તેની સામે યમરાજ અને ચિત્રગુપ્ત હોય છે. આ જ સીનમાં ચિત્રગુપ્ત એટલે કે અજય દેવગણની આસપાસ ઘણી બધી છોકરીઓ છે, જેમણે ટૂંકા વસ્ત્રો પહેર્યા છે.
આ જાેઈને લોકોનો પારો ચડી ગયો છે. તેમણે આરોપ લગાવતાં સવાલ કર્યો કે, શું હિન્દુ દેવ આવા હોય છે? ચિત્રગુપ્ત હિન્દુ દેવતા છે. વેદો અને પુરાણો અનુસાર, યમરાજના દરબારમાં ચિત્રગુપ્ત મનુષ્યોના પાપના લેખાંજાેખાં લખે છે. આધુનિક વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયું છે કે, આપણા મનમાં જે વિચાર આવે છે, તે બધા જ ચિત્રોના રૂપમાં હોય છે.
ચિત્રગુપ્ત આ બધા જ વિચારોના ચિત્રોને ગુપ્ત રીતે સાચવીને રાખે છે. અંત સમયે આ બધા જ ચિત્રો મસ્તિષ્ક પર મૂકવામાં આવે છે અને તેના જ આધારે વ્યક્તિને સ્વર્ગ અને પુનર્જન્મનો ર્નિણય ચિત્રગુપ્તે જણાવેલા આંકડાને આધારે યમરાજ કરે છે.
ચિત્રગુપ્તજી ભારતના કાયસ્થ કુળના ઈષ્ટ દેવતા છે. માન્યતા અનુસાર, કાયસ્થોના ઈષ્ટદેવ ચિત્રગુપ્તને ગણવામાં આવે છે. તેઓ પરમપિતા બ્રહ્માના ૧૭મા પુત્ર છે. ભગવાન ચિત્રગુપ્ત અંગે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે હું એ ભગવાન ચિત્રગુપ્તનું સંતાન છું, જેમને પૂજ્યા વિના બ્રાહ્મણોની મુક્તિ નથી થઈ શકતી.
બ્રાહ્મણ ઋષિ પુત્ર છે અને કાયસ્થ દેવ પુત્ર છે. વળી, ગ્રંથોમાં ચિત્રગુપ્તે મહાશક્તિમાન રાજાના નામથી પણ સંબોધિત કરવામાં આવ્યા છે. વૈદિક પાઠમાં ચિત્ર નામના રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો સંબંધ ચિત્રગુપ્ત સાથે હોવાનું માનવામાં આવે છે.SS1MS